Friday, January 10News That Matters

વાપીમાં આગામી 17મી માર્ચે દેશની સંસ્કૃતિ, વારસો અને મહિલાઓની સુખાકારી માટે સારીથોન યોજાશે

શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે મેરેથોન જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે, વાપીમાં પ્રથમ વખત સારીથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં 17મી માર્ચે યોજાનાર આ ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ મહિલાઓ વિવિધ પેટર્નની સાડી પહેરીને આવશે. જેઓ સાડી માં સજ્જ થઈ દૌડ, ધીમીચાલ જેવી સ્પર્ધામાં ભાગ લેશે.

વાપીમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ વાપી વુમન્સ કલબ દ્વારા સાડીથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 17મી માર્ચે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ રોફેલ કોલેજના ગ્રાઉન્ડમાં આ અવનવો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે. સાડીથોન માં અંદાજિત 500 જેટલી બહેનો ઉપસ્થિત રહેશે જેઓ પોતાના સમાજની, દેશની સંસ્કૃતિ ની ઝલક આપતી અવનવી ડિઝાઈનની અને સ્ટાઇલ માં સાડી પહેરીને આ ઇવેન્ટમાં ભાગ લેશે.

સાડીથોન ઇવેન્ટ અંગે વાપી વુમન્સ કલબની મેમ્બર શિલ્પા અગ્રવાલે વિગતો આપી હતી કે, 17મી માર્ચે સવારે 7 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. જેમાં ભાગ લેનાર દરેક મહિલાએ સાડી પરિધાનમાં સજ્જ થઈને ભાગ લેવો ફરજિયાત છે. સાડી ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન છે. દરેક સમાજની મહિલાઓ સાડી અચૂક પહેરે છે. સાડી જે તે સમાજનું પ્રતીક છે. સાડી પહેરવાની રીતભાત અને તેની પેટર્ન તે ક્યાં સમાજમાંથી આવે છે. તેની પરખ કરે છે.

આ ઇવેન્ટનો ઉદેશ્ય ભારતીય સંસ્કૃતિ, વારસો જાળવવા અને સુખાકારીનો સંદેશ પાઠવી રાષ્ટ્રીય ધરોહરની ઝલક પ્રદર્શિત કરવાનો છે. ઇવેન્ટમાં ભાગ લેનાર મહિલા કોઈપણ પેટર્નની, કોઈપણ રંગની અને કોઈપણ સ્ટાઇલ ની સાડી પહેરીને ભાગ લઈ શકે છે. જેમાં સાડી પહેરી દરેક સ્પર્ધકે દોડવાનું કે ચાલવાનું છે.

આ સાડી થોન ઇવેન્ટમાં અનેક મહિલા NGO, મહિલા કલબ, નોકરીયાત મહિલાઓ, ગૃહિણીઓ, યુવતીઓ, શિક્ષિકાઓ, ઉપસ્થિત રહેશે. અત્યાર સુધીમાં 500 જેટલી મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા પઠાણ અને એનિમલ મૂવીમાં કામ કરનાર વાપીની મહિલા કલાકાર વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વાપી, વલસાડ, દમણ, સેલવાસની મહિલાઓ, પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે તેવી અપીલ વાપી વુમન્સ કલબની તમામ મહિલાઓએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *