Friday, October 18News That Matters

વાપી શહેરમાં છેલબટાઉ આધેડે મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો….?

વલસાડ જિલ્લાના વાપી પાલિકા વિસ્તારમાં રહેતી એક મહિલા ઘરની બહાર કામ અર્થે જઈ રહી હતી. જે દરમ્યાન અજય મિશ્રા નામના આધેડે મહિલાની છેડતી કરી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો મહિલાની મદદે દોડી આવ્યા હતા. જે બાદ વાપી ટાઉન પોલીસને જાણકારી આપતા ટાઉન પોલીસની ટીમે મહિલાની ફરિયાદ નોંધી છેલબટાઉ આધેડને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

વાપી શહેરના પાલિકા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા ઘરની બહાર કામ અર્થે જઈ રહી હતી. જે દરમ્યાન એપાર્ટમેન્ટમાં જ રહેતા અજય મિશ્રા નામના આધેડે મહિલાની છેડતી કરી હતી. સ્થાનિક મહિલાની છેડતી કરી અજય મિશ્રા ભાગી ગયો હતો. મહિલાએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો મહિલાની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાનું મહિલાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ટાઉન પોલીસે મહિલાની ફરિયાદ આધારે રંગીન મિજાજી આધેડ એવા અજય મિશ્રાને પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હતી. સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ રંગીન મિજાજ ધરાવતા આ ઈશ્કીટટુ આ પહેલા પણ આવી હરકતો કરી ચુક્યો  છે. તેમજ કોર્ટ પરિસરમાં બબાલ કરવાના મામલે માર પણ ખાઈ ચુકેલો છે. ટાઉન અને GIDC માં નોંધાતા કેસના આરોપીના જામીન આપવાનું કામ કરતા અને છેલબટાઉ યુવાન જેવી હરકતો કરનાર અજય મિશ્રાની આ વધુ એક હરકત સામે આવતા તેને ઓળખનારાઓએ તેના પર ફિટકાર વરસાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *