Sunday, December 22News That Matters

વાપી GIDC માં આવેલ કંપનીમાં સીડી પર ચઢી મશીનરી સાફ કરતી વખતે ગબડી જનાર આધેડનું મોત

વાપી જીઆઇડીસી માં આવેલ શિવ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં મંગળવારે ઘટેલી ઘટનામાં એક આધેડ વયના વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી જીઆઇડીસી ના થર્ડ ફેસમાં કાર્યરત શિવ ઇન્ડસ્ટ્રીયલ નામની કંપનીમાં બપોરે 12:00 વાગ્યા આસપાસ આ ઘટના ઘટી હતી. જેમાં કંપનીમાં કામ કરતાં રાજેશ ભૂખદેવ દાસ નામના 51 વર્ષીય વ્યક્તિ સીડી પર ચઢી મશીનરીની સાફ-સફાઈ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ સીડી પરથી નીચે પટકાયો હતો. જે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક મૂળ બિહારનો હતો. અને છીરીના વડીયાવાડમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. ઘટનાની જાણકારી કંપનીના કર્મચારીઓને થયા બાદ તાત્કાલિક ઘાયલ રાજેશ ભૂખદેવદાસ ને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં હોસ્પિટલના તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી વાપી જીઆઇડીસી પોલીસ ને મળતા વાપી જીઆઇડીસી પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 51 વર્ષીય આધેડના સીડી પરથી પડી જવાના કારણે થયેલા મૃત્યુ બાદ તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *