Monday, September 16News That Matters

ડુંગરામાં વાપી-સેલવાસ રોડ પર આવેલ એમ. એસ. ફર્નિચર નામના બામ્બુના ગોડાઉનમાં લાગી ભીષણ આગ 

વાપીના ડુંગરા વિસ્તારમાં વાપી-સેલવાસ રોડ પર આવેલ એમ. એસ. ફર્નિચર નામના બામ્બુ ના ગોડાઉનમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી. આગની વિકરાળ જ્વાળા અને ધુમાડાના ગોટેગોટાએ આસપાસમાં ગભરાટ નો માહોલ ઉત્પન્ન કર્યો હતો. આગની ઘટનામાં ફાયરે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગને કારણે બામ્બુ ના ગોડાઉન માલિકને ભારે નુકસાન થયું છે. ઘટના અંગે વાપી નોટિફાઇડ ફાયર વિભાગે આપેલી વિગતો મુજબ વાપી ના ડુંગરામાં વાપી સેલવાસ રોડ પર બુલેટ ટ્રેન સ્ટેશની નજીક બામ્બુના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હોવાનો કોલ આવ્યો હતો. જેથી ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં.આગ બુલેટ ટ્રેન સ્ટેશન નજીક આવેલ પ્લોટ નંબર-4, સર્વે નંબર 31માં કાર્યરત એમ. એસ. ફર્નિચર નામના બામ્બુના ગોડાઉનમાં લાગી હતી. આગની વિકરાળ જ્વાળા વધુ ને વધુ પ્રસરી રહી હોવાનું જોતા સેલવાસ ફાયર અને અન્ય ફાયરને જાણકારી આપી હતી. 3 થી વધુ ફાયર ફાઇટર દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયરે એકાદ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, વિકરાળ આગની જ્વાળાએ બામ્બુના ગોડાઉનમાં રહેલા મોટાભાગના બામ્બુના સ્ટોકને રાખમાં ફેરવી નાખ્યો હતો. તેમજ નજીકમાં આવેલ એશિયન ટીમ્બર માં પણ નુકસાન પહોંચાડ્યું હતું.આગની વિકરાળ જ્વાળા અને આકાશમાં ઉઠતા ધુમાડાના ગોટેગોટાએ આસપાસના લોકોમાં ગભરાટ નો માહોલ ઉત્પન્ન કર્યો હતો. તેમજ આગને કારણે વાપી સેલવાસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો. વાહનોને બીજી લેન પર ડાયવર્ટ કરવામાં આવ્યાં હતા. જો કે, અગમ્ય કારણોસર લાગેલી આગની ઘટનામાં ગોડાઉન માલિકને નુકસાન જરૂર થયું છે. પરંતુ જાનહાની ટળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *