Thursday, December 26News That Matters

ટુકવાડા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 9 માં સ્પોર્ટ્સ ડે નું આયોજન, ખેલ-ક્રિડા-દોસ્તી-ઉત્સવ થીમ ઉપર 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

વાપી નજીકના ટૂકવાડા ગામમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ ખાતે શાળાનો 9મો સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. સ્કૂલના પટાંગણમાં આયોજિત આ સ્પોર્ટ્સ ડે માટે ખેલ-ક્રીડા-દોસ્તી-ઉત્સવ થીમ પસંદ કરવામાં આવી હતી. ખેલ ઉત્સવમાં શાળાના 800 બાળકોએ ભાગ લીધો હતો.

રમત ગમતના આ અનોખા આયોજનમાં બાળકોએ વિવિધ ખેલ કુદની રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ અંગે શાળાના પ્રિન્સિપાલ અનુપમ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ સાથે બાળકોમાં રહેલી પ્રતિભા ને પણ નિખારવાનું કામ કરવામાં આવે છે. તે માટે શાળામાં અભ્યાસની પ્રવૃત્તિઓ સાથે અન્ય રમતગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતા આવ્યા છે. જેમાં શાળાના 100 ટકા બાળકો ભાગ લેતા આવ્યા હોય તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

રમત ગમતના આ કાર્યક્રમમાં વાપીના જાણીતા તબીબ ડૉ. ચિંતન પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાળકોને અભિનંદન આપવી જણાવ્યું હતું કે આજની આધુનિક ટેકનોલોજીના યુગમાં બાળકોની લાઈફ સ્ટાઇલ બદલાઈ રહી છે. ત્યારે શાળા દ્વારા અને વિવિધ સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને નિખારવા ખેલ મહોત્સવ જેવા આયોજન કરે છે. ખેલના વિવિધ આયોજન દ્વારા બાળકોમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. મગજનો વિકાસ કરવામાં વિવિધ રમતો મહત્વનું પાસું છે. રમતગમત દરેક વ્યક્તિના જીવનમાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. દરેક વ્યક્તિએ દરરોજ 10 થી 20 મિનિટ પોતાને મનગમતી ફિઝિકલ એક્ટિવિટી કરવી. શરીરને સૂર્યનો તાપ મળે તે ખૂબ જ જરૂરી છે જે માટે ખેલને પ્રાધાન્ય આપી તે અંગે જાગૃતિ લાવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આ 9th annual sports meet ધોરણ એક થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેઓની સાથે તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. વિદ્યાર્થીઓ એ દૌડ, ડાન્સ, યોગા સહિત વિવિધ ખેલોનું પ્રદર્શન કર્યું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓ ને મેડલ, ટ્રોફી, પ્રશસ્તિ પાત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. શાળાના શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *