Friday, January 31News That Matters

અકસ્માતમાં પગ ગુમાવનાર 60 લાભાર્થીઓને મળ્યા આધુનિક કૃત્રિમ પગ, રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા અત્યાર સુધીમાં 700 જેટલા લોકોને ચાલતા કર્યા છે.

વાપીમાં રવિવારે રોફેલ કોલેજ ખાતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા A Step Towards New Life (એક ડગલું નવા જીવન તરફ) ની થીમ પર કૃત્રિમ પગ ફિટ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો અકસ્માતે પગ ગુમાવનાર 60 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં નાના બાળકથી માંડીને મોટી ઉંમરના સ્ત્રી-પુરુષોએ આધુનિક કૃત્રિમ પગ મેળવી ખુશખુશાલ ચહેરે ડગ ભર્યા હતાં.

આ અંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ કૃષિત શાહે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા આ 7મો આર્ટિફિશિયલ પગ આપવાનો પ્રોજેક્ટ છે. આ વખતે તેઓની સાથે રોટરી ક્લબ ઓફ સાઉથ પણ જોડાયું છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને અન્ય રાજ્યમાંથી અંદાજિત 60 લાભાર્થીઓ આવ્યા હતાં. આ કેમ્પમાં સંસ્થા દ્વારા અપંગ વ્યક્તિઓને સારામાં સારી ક્વોલિટીનો આર્ટિફિશિયલ પગ ફિટ કરી આપવામાં આવે છે. આ કૃતિમ પગની મદદથી લાભાર્થીઓ સારી રીતે ચાલી શકે છે. દોડી શકે છે.

આ કેમ્પ 4 દિવસ માટે યોજવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે રજીસ્ટર કર્યા બાદ તમામ લાભાર્થીઓના પગનું માપ લઈ અંતિમ દિવસે પગનું ફિટિંગ કરી આપવામાં આવ્યું હતું. જેમાં ઘુંટણથી નીચે નો અને ઘૂંટણથી ઉપર સુધી કપાયેલા લાભાર્થીઓને આ કૃત્રિમ પગ ફિટ કરી આપવામાં આવ્યા હતાં. તમામ આર્ટિફિશિયલ લેગ ભાવનગરની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જે જયપુર ફૂટ કરતા પણ સારું ક્વોલિટીના કૃત્રિમ પગ તૈયાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *