વલસાડ નવસારી જિલ્લા ex paramilitary શહીદ જવાનોના પરિવારને બીલીમોરા કચ્છી સમાજ અને યુવક મંડળ દ્વારા 18 વિધવા બહેનોને પાંચ લાખ એકાવન હજાર ની સહાય આપવામાં આવી છે. તો, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના પારડી ખાતે ex paramilitary ના જવાનો અને વીર નારીઓને શાલ ઓઢાડી સમૃતિભેટ અને સહાય આપવામાં આવી હતી.
તાજેતરમાં વલસાડ નવસારી જિલ્લા ex-paramilitary શહીદ જવાનોના પરિવારને બીલીમોરા ખાતે આમંત્રિત કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં કચ્છી સમાજ અને યુવક મંડળ દ્વારા 18 વિધવા બહેનોને પાંચ લાખ એકાવન હજાર ની સહાય આપવામાં આવી છે. તેમજ તમામ હોદ્દેદારોને રામ મંદિરના સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા,
આ પ્રસંગે માજી સૈનિક ખુશાલ ભાઈ વાઢુ, વલસાડ પ્રમુખ મુકેશભાઈ, નવસારી જિલ્લા પ્રમુખ રમેશ બાપુ, મહિલા પ્રમુખ મંજુલા બેન, તથા અન્ય જવાનો અને વીર નારીઓ ઉપસ્થિત હોય તેમનું પણ સમ્માન કરવામાં આવ્યું હતું.
એ જ રીતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઉજવણી માટે પારડીના કિલ્લાની પવિત્ર ધરતી પર ખુબ મોટી સંખ્યામાં ex paramilitary ના જવાનો અને વીર નારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં પારડીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોય તેઓના હસ્તે શહીદ જવાનોના પરિવારજનોને શાલ ઓઢાડી સમૃતિભેટ અને સહાય આપવામાં આવી હતી. બન્ને કાર્યક્રમમાં ખુશાલભાઈએ સંબોધન કરી સૌનો આભાર માન્યો હતો. ઉપસ્થિત સૌએ જય હિન્દ અને ભારત માતા કી જય નો નાદ ગજાવ્યો હતો.