Monday, February 24News That Matters

વાપીના બલિઠા ખાતે સ્ક્રેપના ગોડાઉન નજીક ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટા બેટિંગ રમતા 2ની ધરપકડ એક ફરાર

વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે લીબર્ટી 247 નામની વેબ સાઈટ દ્રારા ચેમ્પીયન્સ ટ્રોફી ક્રિકેટ મેચો ઉપર ઓનલાઇન સટ્ટાબેટીંગનો હારજીતનો જુગાર રમાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બલિઠા ખાતે એક ભંગારના ગોડાઉન નજીક LCB કરેલી આ રેઇડમાં નઇમુદીન ઉર્ફે નદીમ ખાન અને સાજીદ ખાનને 21 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં. જ્યારે એક વ્યક્તિ તકનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો.

આ અંગે LCB એ આપેલી વિગતો મુજબ  હાલમાં ચાલતી ચેમ્પીયન્સ ટ્રોફી ક્રિકેટ મેચો ઉપર રમતા ઓનલાઇન સટ્ટાબેટીંગ જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા LCB PSI જે. જી. વસાવા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી આધારે વાપીનાં બલીઠા, સ્મશાનભૂમી પાસે, યુનિક એન્ટરપ્રાઇઝ નામના સ્ક્રેપના ગોડાઉનની નજીક રોડ ઉપર નઇમુદીન ઉર્ફે નદીમ સગીર અહેમદ રહેમઉલ્લા ખાન, સાજીદ ઉર્ફે ભૈયા નસીબ મુજીબુલ્લા ખાનને પકડી પાડવામાં આવ્યાં હતાં. જેના કબજામાંથી 15 હજારની કિંમતના 3 મોબાઇલ, રોકડા રૂપિયા 6 હજાર મળી કુલ 21,000 નો મુદામાલ તપાસ અર્થે કબજે કરવામાં લીધો હતો.

પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર થવા સારૂ અ.હે.કો રજનીકાંત રમેશભાઈ બારીઆ નાઓએ વાપી ટાઉન પો.સ્ટે ખાતે શ્રી સ.ત. ફરીયાદ આપતા વાપી ટાઉન પોલીસે જુગારધારા કલમ 12(અ) મુજબ ગુનો દાખલ કર્યો છે. પકડાયેલ આરોપીઓમાં નઇમુદીન ઉર્ફે નદીમ સગીર અહેમદ રહેમઉલ્લા ખાન ઉ.વ.30 હાલ. વાપી, સરવૈયાનગર, ગીતાનગરની નજીક, એમ.એમ.પાર્ક સોસાયટી એ-વિંગ ફલેટ નં.303 તા.વાપી જી.વલસાડ તથા મુળ વાપી કંચનનગર, મસ્જીદની નજીક, મરીયમ ચાલ રૂમ નં.02, તા.વાપી જી.વલસાડ તથા મુળ રહેવાસી ગામ-ચેપુરવા તા.તુલસીપુર જી.બલરામપુર ઉતરપ્રદેશનો છે. જ્યારે, સાજીદ ઉર્ફે ભૈયા નસીબ મુજીબુલ્લા ખાન ઉ.વ.33 હાલ. વાપી સરવૈયાનગર, ગીતાનગરની નજીક, એમ.એમ.પાર્ક સોસાયટી એ-વિંગ ફલેટ નં.104 તા.વાપી જી.વલસાડ મુળ રહેવાસી ગામ-અમપરી તા.સિધ્ધાર્થનગર જી.સંતકબીરનગર ઉતરપ્રદેશનો વતની છે. આ રેઇડ દરમ્યાન રીયાઝ યુનુસ સૈયદ રહેવાસી વાપી મુસામાર્કેટ, મદીના મસ્જીદની બાજુમાં તા.વાપી જી.વલસાડને વોન્ટેડ જાહેર કર્યો છે.

આરોપીઓનો ગુનાહિત ઈતીહાસ જોઈએ તો, નઇમુદીન ઉર્ફે નદીમ ખાન અને સાજીદ ઉર્ફે ભૈયા નસીબ મુજીબુલ્લા ખાન સામે આ પહેલા વાપી ટાઉનમાં IPC કલમ 302, 323, 201, 114 મુજબના ગુન્હા નોંધાઇ ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ હાલમાં ચાલતી ચેમ્પીયન્સ ટ્રોફી ક્રિકેટ મેચો ઉપર રમતા ઓનલાઇન સટ્ટાબેટીંગ જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને LCB PI ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ LCB PSI જે. જી. વસાવા તથા અ.હે.કો રજનીકાંત બારીઆ તથા અ.પો.કો કનકસિંહ દયાતર તથા અ.પો.કો કરમણભાઈ દેસાઈ તથા અ.પો.કો પરેશકુમાર ચૌધરીએ ટીમ વર્કથી સદર કામગીરીમાં મહત્વની સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *