વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ મિલન જવેલર્સ દ્વારા તેમને ત્યાંથી 25 હજારથી વધુની ખરીદી કરનાર ગ્રાહકોને એક લક્કી ગિફ્ટ કુપન આપવામાં આવ્યા હતાં. જે તમામ ગ્રાહકો માટે વાપીના VIA હોલમાં લક્કી ડ્રો યોજવામાં આવ્યો હતો. આ લક્કી ડ્રો માં ઇલેક્ટ્રિક મોપેડ, આઈફોન, સેંમસંગ મોબાઈલ, ટીવી, ફ્રીજ અને એર ફ્રાયર જેવી 2.55 લાખની 11 ચીજવસ્તુઓ 11 લક્કી ગ્રાહકોને આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
મિલન જવેલર્સના નાનાલાલ પ્રજાપતિ, પંકજ નાનાલાલ પ્રજાપતિ, ગૌતમ પ્રજાપતિ અને તેમના પરિવાર દ્વારા આયોજિત લક્કી ડ્રો પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશનમાં પ્રથમ પ્રાઈઝ ઇલેક્ટ્રિક મોપેડ હતું. જે માટે પ્રજાપતિ પરિવાર અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે કુપન બોક્સમાંથી એક કુપન કાઢી નામ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે સ્થળ પર તે વ્યક્તિ હાજર ના હોય ફરીવાર બીજું કુપન ખોલવામાં આવ્યું હતું. જો કે તે વ્યક્તિ પણ હાજર ના હોય આખરે ત્રીજી ટ્રાય માં રાની એમ લછવાની નામની મહિલા 1st પ્રાઈઝ વિજેતા જાહેર થઈ હતી. જેને ઇલેક્ટ્રિક મોપેડ મળ્યું હતું.
2nd પ્રાઈઝ આઈફોન 12 હતો. જે માટે દહાનુ ના ગુલામ મિસ્ત્રી નામના ગ્રાહકનું કુપન નીકળતા તેમને આપવામાં આવ્યો હતો. ગુલામ મિસ્ત્રીએ તેમની દીકરી માટે એક નેકલેસ લીધો હતો. જેમાં તેમને એક કુપન ભેટ અપાઈ હતી. જે કુપન પર આઈફોન લાગતા તેમની ખુશીનો પાર રહ્યો નહોતો. 3rd પ્રાઈઝ 43 ઇંચનું ટીવી હતું. જે શાહ નફીસા નામની મહિલાને મળ્યું હતું.
એ જ રીતે 4th પ્રાઈઝ ડબલ ડોર રેફ્રિજરેટર હતું જે ચૌધરી નુરાની અઝલાન નામની ગ્રાહકને મળ્યું હતું. 5th પ્રાઈઝ સેંમસંગ ફોન હતો જે સોનાલી સતપતે નામની મહિલા ગ્રાહકને મળ્યો હતો. 6th પ્રાઈઝ ડબલ ડોર રેફ્રિજરેટર હતું. જે એલ. સી. પાંડે નામના ગ્રાહકને મળ્યું હતું. 7th પ્રાઈઝ પણ ફ્રીજ હતું જે મેઘા શાહ નામની મહિલા ગ્રાહકને મળ્યું હતું. 8th વિજેતા એસ. એસ. પટેલ હતા જેમને પણ લક્કી વિજેતા તરીકે ફ્રીજ મળ્યું હતું. 9th પ્રાઈઝ એર ફ્રાયર હતું. જે પુષ્પા પાંડે નામની મહિલા ગ્રાહકને મળ્યું હતું. 10th પ્રાઈઝ એર ફ્રાયર હતું જે ખુશનુમા નામની મહિલા ગ્રાહકને મળ્યું હતું. 11th પ્રાઈઝ એર ફ્રાયર હતું જે જીગર ભાનુશાલી નામના ગ્રાહકને મળ્યું હતું. એ ઉપરાંત કાર્યક્રમ દરમ્યાન સર પ્રાઈઝ ગિફ્ટ રાખવામાં આવી હતી. કેટલાક જનરલ નોલેજના પ્રશ્નો, મિલન જવેલર્સમાંથી ખરીદ કરેલા જુના બિલ લઈને આવેલ ગ્રાહકો પૈકીના લક્કી વિજેતાઓને ગોલ્ડ પેન્ડન્ટ, સિક્કો આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પંકજ નાનાલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વેપારીઓ કે અન્ય સંસ્થાઓ લક્કી ડ્રો રાખે છે. પરંતુ તે બાદ ગિફ્ટ ક્યારે કોને મળે છે એની કોઈ વિગતો પ્રકાશમાં આવતી નથી. એટલે તેઓએ વિચાર્યું કે એક એવો પ્રોગ્રામ રાખવામાં આવે જેમાં ગ્રાહકો ખુશ પણ થાય અને તેઓને ગિફ્ટ પણ મળે આ વિચાર ને ચરિતાર્થ કરવા દુકાનમાં જે ગ્રાહકો આવતા હતા. તેમાંથી જે વ્યક્તિ 25 હજારથી વધુની ખરીદી કરે તેને એક લક્કી કુપન આપવામાં આવ્યું હતું. કુલ અલગ અલગ 11 કેટેગરીમાં કુપન વિજેતાઓને 2.55 લાખની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.
જો કે લક્કી ડ્રો પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન માં જેનું કુપન નીકળે તે વ્યક્તિ સ્થળ પર હાજર હોય તો જ તેને આપવું નહિ તો બીજું કુપન કાઢી એવી જે વ્યક્તિ હાજર હોય એને જ લક્કી પ્રાઈઝ આપવું તેવો નિયમ હોય ફર્સ્ટ પ્રાઈઝ થી અંતિમ પ્રાઈઝ સુધીની ચીજવસ્તુઓમાં એવા કમભાગી પણ હતા જેઓનું નામ લક્કી ડ્રો કૂપનમાં તો નીકળ્યું હતું. પણ તેઓ હાજર ના હોય એ ઇનામ હાજર અન્ય નસીબદાર વ્યક્તિને મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ લક્કી ડ્રો પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન માં વાપીની જાણીતી શાળાના ટ્રસ્ટી મિત્તલ ધાકડા, યુટ્યુબર ગુજ્જુ ગર્લ રિયા ભટ્ટ, વાપીના ઉદ્યોગપતિ મહેશ ભટ્ટ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેઓના હસ્તે કુપન બોક્સમાંથી અલગ અલગ કુપન કાઢી વિજેતાઓના નામ જાહેર કરાયા હતાં. જે બાદ તમામ અતિથિઓ અને પ્રજાપતિ પરિવારના મોભીઓના હસ્તે તમામ વિજેતાઓને ઇનામ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમમાં અંદાજિત 200થી વધુ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ મિલન જવેલર્સ સાથેના વર્ષો જુના ગ્રાહક તરીકેના સંબંધોનો જવેલર્સમાંથી ખરીદેલ ઉચ્ચ કોટિના દાગીનાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં. તેમજ આ પ્રકારના અનોખા આયોજનને સરાહનીય ગણાવ્યું હતું.