Friday, January 31News That Matters

વાપી નગરપાલિકાએ મોટા ઉપાડે 100 ફૂટ ઊંચે લહેરાવેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો! ગરીમાં જાળવવી મોંઘી પડી રહી છે?

દેશના 75માં આઝાદીના દિવસને દેશ આખો એક ઉત્સવના રૂપ માં ઉજવી રહ્યો હતો. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઊંચા ધ્વજ ધ્રુવ પર નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીવાસીઓએ વિશાળ જનમેદની સાથે ઉપસ્થિત રહી હર ઘર તિરંગા અભિયાનને જબબર પ્રતિસાદ આપ્યો હતો. જો કે તે બાદ હાલમાં 6 મહિનામાં જ પાલિકાએ 100 ફૂટ ઉંચે ફરકાવેલો આ રાષ્ટ્રધ્વજ હાલમાં ઉતારી લીધો છે.


મુખ્ય બજારમાં 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાવેલો રાષ્ટ્ર ધ્વજ ઉતારી લેવાના કારણ અંગે પાલિકાના સત્તાધીશો તરફથી મળતી વિગતો મુજબ રાષ્ટ્ર ધ્વજ ફાટી ગયો હતો. એટલે તેને ઉતારી લીધો છે. તેના સ્થાને નવો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. જો કે અત્રે નોંધનીય બાબત છે કે 6 મહિનામાં આ પહેલા પણ રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હતો. જે ધ્યાને આવ્યા બાદ તેને ઉતારી લીધો હતો. જેના સ્થાને ફરી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પરંતુ તે રાષ્ટ્રધ્વજ પણ ફાટી જતા તેને હાલમાં ઉતારી લેવાની ફરજ પડાઈ છે. રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે જેમ ચોક્કસ કાયદો છે. તેમ તેની ગરીમાં જાળવવા, સાચવણી કરવા માટે પણ ચોક્કસ નિયમ છે. તેના માટે વપરાતું કાપડ અને રંગ પણ કાયદાના દાયરામાં આવે છે. એટલે તેની સાચવણી સતત જાગૃત રહી કરવી પડે છે.

વાપી નગરપાલિકા દ્વારા સરદાર ચોક ખાતે કુલ 107 ફૂટનો ફ્લેગ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર 21 ફૂટ બાય 14 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે તેનું વિધિવત ગત 13મી ઓગસ્ટ 2022ના ઉદ્ઘાટન થયું હતું. 21 ફૂટ લાંબા અને 14 ફૂટ પહોળાઈ ધરાવતા આ ધ્વજને ઝજબા તિરંગે કા થીમ સાથે વાપીના આકાશમાં લહેરાતો કરવામાં આવ્યો હતો.


તે સમયે નવરપાલિકાના સત્તાધીશીએ તિરંગા ની આન બાન શાન જળવાય રહેશે તે માટે પાલિકા સતત પ્રયત્નશીલ રહેશે તેવી ગુલબાંગો મારી હતી. જો કે 6 મહિનામાં જ આ રાષ્ટ્રભક્તિ હવામાં ઓગળી ગઈ છે. અને હવામાં લહેરાતો રાષ્ટ્રધ્વજ ફાટી જતા ઉતારી લેવાયો છે. જો કે રાષ્ટ્રધ્વજ માટે આપેલ ઓર્ડરમાં પણ એજન્સીએ કલર્સ કોમ્બિનેશન માં થાપ ખાધી હોય એ ખર્ચ પણ પાલિકાને માથે પડ્યો છે. ત્યારે હવે નવો ડિઝાઇન થયેલ રાષ્ટ્ર ધ્વજ ફરી 100 ફૂટ ઊંચા પોલ પર લહેરાતો જોવા મળે, રાષ્ટ્ર ધ્વજની ગરીમાં જળવાય રહે તે પ્રકારનો ઉચ્ચ ક્વોલિટી સાથેના કાપડ પર સારી સિલાય સાથેનો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *