વાપીના જાણીતા યુવા પત્રકાર મનીષ વર્માનું અચાનક અવસાન થતાં સમગ્ર વાપી શહેર અને પત્રકારત્વ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા ગયા હતા. ત્યારે કાર્ડિયાક એરેસ્ટ આવતાં તેમનું અવસાન થયું હતું.અચાનક આવી પડી વિદાય……
28મી સપ્ટેમ્બરે મનીષ વર્મા તેમના 4 મિત્રો સાથે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા ગયા હતાં. જ્યાં મંદિરમાં દર્શન કરે એ પહેલા જ કાર્ડિયાક એરેસ્ટ થી ઢળી પડ્યા હતાં. જેમને તાત્કાલિક સાથે આવેલ ચાર મિત્રોએ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જયાં તબીબોએ DC શોક અને CPR આપી બચવાની કોશિશ કરી હતી. પરન્તુ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આખરે તેને મૃત જાહેર કર્યા હતા.વાપીમાં શોકનું મોજું….
મનીષ વર્માના મૃતદેહને વાપી લાવવામાં આવ્યો હતો. જેના મૃત્યુની ખબર મળતા તેમના પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. નિખાલસ સ્વભાવના મનીષ વર્માના મૃત્યુની ખબરથી પત્રકાર જગતમાં પણ શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.અંતિમ વિદાય…..
રવિવારે વાપીમાં આવેલ મુક્તિધામ ખાતે તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યાં હતા. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પત્રકારો, નેતાઓ, ઉદ્યોગકારો, વેપારીઓએ તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA પ્રમુખ સતીશ પટેલ, પાલિકા પ્રમુખ પંકજ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા સહિત નામી અનામી નેતાઓ, ઉદ્યોગકારો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
મનીષ વર્મા વિશે……
મનીષ વર્મા વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં રહેતા હતાં. તેમના પરિવારમાં તેમના પત્ની, 3 બાળકો અને પિતા, મોટાભાઈને તેઓ વિલાપ કરતા છોડી ગયા છે.મનીષ વર્માનું અચાનક અવસાન એ વાપી અને પત્રકારત્વ જગત માટે એક મોટો આઘાત છે. તેમનું નિધન એક પ્રતિભાશાળી પત્રકારનું નુકસાન છે. તેમની ખોટ ક્યારેય પૂરી નહીં થાય. ત્યારે, મનીષ વર્માના અવસાન પર ઔરંગા ટાઈમ્સ પણ શોક વ્યક્ત કરે છે. પ્રભુ તેમની આત્માને પરમ શાંતિ અર્પે, તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના સાથે ‘ૐ શાંતિ’…
Excellent coverage on a timely subject. I’d like to know more about the past events leading
up to this development. Perhaps a future report could explore that?