વાપીની કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. વાપીના એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી. જે. પટેલ આ ચુકાદો આપ્યો છે. છે. જેમાં એક પરિણીતાએ પોતાના જ સાસુ-સસરા, ફુવા સસરા, ફુવા સાસુ સામે દહેજની માંગણી તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપી ગાળો બોલતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેની સુનાવણી દરમ્યાન બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી તેમજ પુરાવા આધારે ચારેયને નિર્દોષ છોડવાનો હુકમ કરતો ચુકાદો આપ્યો છે.
દહેજ માંગણીના કેસમાં વાપીની એડી. ચીફ કોર્ટ દ્વારા સાસુ, સસરા અને ફુવા સસરા અને ફુવા સાસુ ને નિર્દોષ છોડ્યા છે. વધુમાં ફરિયાદીને ફુવા સસરા રાજેશભાઈ સાકરભાઇ પટેલ ઉપર ફરિયાદીએ ખોટા આક્ષેપો લગાવી હેરાન કરવા બદલ ફરિયાદી વહુએ તેમને વળતર કેમ ન આપવું તે બદલ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 250 ની નોટિસ આપી ફરિયાદીએ તા 25-07-2023 ના રોજ કોર્ટ માં હાજર રહેવું તેવો હુકમ કર્યો છે.
આ કેસ અંગે વિગતો એવી હતી કે, વાપીમાં હાલ માતાપિતા સાથે રહેતી એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના લગ્ન અમદાવાદમાં રહેતા પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલ અને જયશ્રીબેન પ્રવીણભાઈ પટેલના દીકરા વત્સલ સાથે થયા હતાં. વત્સલ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતો હોય લગ્ન કરી તે ફરી ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. જ્યારે ફરિયાદ કરનાર ફરિયાદી મૃગનયની બેન તેના સાસુ-સસરા સાથે અમદાવાદમાં રહેતા હતાં.
જ્યાં તેમના સાસુ સસરા તેમની પાસે લગ્નમાં થયેલ ખર્ચ બાબતે દહેજની માંગણી કરતા હતાં. તેમજ વાપીમાં રહેતા તેમના ફુવા સસરા રાજેશભાઇ પટેલ અને ફુવા સાસુ તેમના સાસુ સસરા સાથે વાતચીત કરતા હોય તે વખતે તેમના વિશે ખોટી વાતો કરી ચડામણી કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં આરોપી તરફના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવા સાથે પુરાવા આપી પુરવાર કરતા આખરે વાપીના એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી. જે. પટેલે સાસુ, સસરા અને ફુવા સસરા અને ફુવા સાસુ ને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરતો ચુકાદો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દહેજ માંગણીના કેસમાં સાસુ, સસરા અને ફુવા સસરા અને ફુવા સાસુ ને નિર્દોષ છોડવા સાથે ફરિયાદી વહુએ ફુવા સસરા પર ખોટા આક્ષેપો લગાવ્યા હોય એ માટે ફુવા સસરાને વળતર કેમ ન આપવું તે બદલ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 250 ની નોટિસ આપી ફરિયાદી વહુએ કોર્ટ માં હાજર રહેવું તેવો હુકમ કર્યો હોય એ પ્રકારનો ચુકાદો વાપીની કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો હોવાનું વકીલ મંડળ તરફથી જાણવા મળ્યું હતું.