Friday, October 18News That Matters

વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ની મળી એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) બેઠકમાં ગત વર્ષની બેલેન્સશીટને બહાલી આપવા સાથે બાકી સબ ચંગા હૈ…!

શનિવારે જ્ઞાનધામ સ્કૂલના હોલમાં વાપી ગ્રીન એન્વાયરો કંપની લિમિટેડ VGELની વાર્ષિક સાધારણ સભા (AGM) મળી હતી. VCMD અને નાણામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સભામાં 225 જેટલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં. સભામાં સૌપ્રથમ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા કલકેટર સહિતના અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ સભાની શરૂઆત કરવામાં આવી હતી. અને એકાદ કલાકમાં સભા પૂર્ણ કરવામાં આવી હતી.

વાપી ગ્રીન એન્વયારો કંપની લિ.ના ચેરમેન રાહુલ ગુપ્તા, સરકારી ડિરેકટર અને નાણામંત્રી કનુભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં ચાર ડિરેકટરો, નોમિનેટ ડાયરેકટર સહિત 225થી વધુ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં VGEL દ્વારા બધું જ યોગ્ય થઈ રહ્યું હોય કોઈએ કોઈ પણ પ્રકારની પ્રશ્નોત્તરી કરી નહોતી. AGM માં ગત વર્ષની બેલેન્સશીટ ને બહાલી આપવામાં આવી હતી. નાણાં મંત્રી તેમજ VGEL ના ડાયરેકટર કનુભાઈ દેસાઈએ CETP ની કેપેસિટીમાં વધારા અંગેનો પ્રોજેક્ટ હવે થોડા સમયમાં જ સાકાર થશે તેવું જણાવ્યું હતું. CETP ના 55 MLD ની કેપેસિટીને વધારીને 70 MLD કરવાનો પ્રોજેક્ટ હવે બે-ત્રણ મહિનામાં સાકાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.AGMને VGELના ડાયરેકટર યોગેશ કાબરીયાએ પણ સંબોધી હતી. સભામાં ડિરેકટરો દ્વારા વાપી ગ્રીન એન્વાયરોના વાર્ષિક હિસાબો અને કામગીરીનો ચિતાર રજુ કરાયો હતો. જેમાં ગ્રીન એન્વાયરો દ્વારા પેપરલેસ કામગીરી કરવા અંગેનો ઠરાવ કરાયો હતો. મેમ્બરોને હવે એન્યુલ રિપોર્ટની બુકલેટની જગ્યાએ મેઇલથી જાણ કરવામાં આવશે. વધુ ખર્ચા અટકાવવા પેપલલેસ કામગીરીને પ્રાધાન્ય આપવાના નિર્ણયને મેમ્બરોએ વધાવી લીધો હતો. કલ્પેશ વોરાએ જણાવ્યું હતું કે MEના મેમ્બરોને સબસિડી ન મળવાથી, પ્રોડકટ મોંધી થવાની, પ્રોડકટ ન ચાલવા અંગેની ખબર હોય છે. જેઓ મેમ્બરશીપ પરત ખેંચી લે તો તેમને કેપિટલ કોસ્ટ તરત જ પરત અપાશે. જેની જગ્યાએ નવા મેમ્બરોને મેમ્બરશીપ આપવામાં આવશે. ડાયરેકટરમાં VIA પ્રમુખ સતિષ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા,યોગેશ કાબરીયા, સુરેશ પટેલ, મગન સાવલિયા મંચ ઉપર ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *