Friday, October 18News That Matters

સરકારની સ્કીમ જેવા નામ રાખી લોકોને છેતરતી નકલી વેબસાઇટ્સ અંગે સરકારની સ્પષ્ટતા

www.sarvashiksha.online
 https://samagra.shikshaabhiyan.co.inhttps://shikshaabhiyan.org.in જેવી લેેેભાગુ વેબસાઈટ
શિક્ષણ મંત્રાલયના ધ્યાનમાં આવી છે જે નિર્દોષ અરજદારોને છેતરવા માટે સરકારની સ્કીમ જેવા નામ સાથે ભળતી બનાવવામાં આવી છે
આ વેબસાઇટ્સ મહત્વાકાંક્ષી ઉમેદવારોને રોજગારની તકો પ્રદાન કરે છે અને મૂળ વેબસાઇટની જેમ જ વેબસાઇટ, સામગ્રી અને પ્રસ્તુતિના લેઆઉટ દ્વારા અને અરજીઓ માટે નાણાંની માંગણી કરીને નોકરી ઇચ્છુકોને ગેરમાર્ગે દોરે છે. આ વેબસાઇટો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના ધ્યાન પર આવી છે, ત્યાં આવી વધુ વેબસાઇટ્સ/સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ નોકરીનું વચન આપતી અને ભરતી પ્રક્રિયા માટે નાણાંની માંગણી કરતી હોઈ તેવી શકયતા છે.
આથી, સામાન્ય જનતાને જાણકારી આપવામાં આવે છે કે તેઓ આવી વેબસાઇટ્સ પર નોકરીની તકો માટે અરજી કરવાનું ટાળે અને પોતાના હિતની રક્ષા કરવા માટે સંબંધિત વિભાગ/વ્યક્તિગત પૂછપરછ/ટેલિફોન કૉલ/ઈ-મેલની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને વેબસાઇટ્સ અધિકૃત છે તેની ખાતરી કરે.  આ વેબસાઇટ્સ પર અરજી કરનાર કોઈપણ વ્યક્તિ પોતાના જોખમે અને ખર્ચે આમ કરશે અને તેના પરિણામો માટે તે પોતે જ જવાબદાર રહેશે.
નકલી વેબસાઈટ થી સાવધાન રહો……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *