વાપી GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગ કરનાર 2 રીઢા મોબાઇલ સ્નેચરોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસે ઝડપેલ બન્ને રીઢા ચોર પાસેથી 95 હજારની કિંમતના 7 મોબાઈલ કબ્જે લીધા છે. તેમજ 2 બાઈક પણ કબ્જે લીધી છે. પકડાયેલ બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર છે જેમના નામે વાપી GIDC, ડુંગરા અને સેલવાસ પોલીસ મથકમાં ચેઇન સ્નેચીંગ, મોબાઇલ સ્નેચીંગ, મો.સા. ચોરી સહિતના ગુન્હા પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.
આ અંગે વાપી GIDC પોલીસે આપેલી વિગતો મુજબ વાપી GIDC પોલીસ મથકના PI મયુર પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વાપી GIDC તુલસી હોટલ પાસે રોડ ઉપર બે ઇસમો એક હોન્ડા યુનિકોર્ન વગર નંબરની તથા બીજો એક્સેસ મોપેડ જેનો રજી.નં નં. GJ-15-DQ-8731 ની પાસે ઉભા હતાં. જેઓએ પોતાના નામ મોહમદ હનીફ ઉર્ફે મુન્ના મોહમદ ઈસ્લામ અંસારી અને આનંદ ઉર્ફે ગુડડું અશોકભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. જેમની મોપેડની ડિક્કીમાં તપાસ કરતા 7 જેટલા ચોરીના મોબાઈલ મળી આવ્યાં હતા.
આ મોબાઈલ અંગે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ વાપી જી.આઇ.ડી.સી., ડુંગરા અને સેલવાસ વિસ્તારમાં ચાલતા જતા રાહદારીઓના મોબાઇલ ફોન સ્નેચીંગ કરી લઇ બાઈક પર ભાગી જતા હતાં. પોલીસે આ બંને રીઢા ચોર પાસેથી કુલ 95 હજારના 7 મોબાઈલ કબ્જે લીધા છે. તેમજ 40 હજારની બાઈક અને 40 હજારની મોપેડ મળી કુલ 1,75000 નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી મોહમદ હનીફ ઉર્ફે મુન્ના અને આનંદ ઉર્ફે ગુડડું પટેલ બંને મજૂરી કામ કરે છે. જે ચેઇન સ્નેચીંગ, મોબાઇલ સ્નેચીંગ, મોટર સાયકલ ચોરી જેવા ગુન્હા આચરતા આવ્યાં છે. જેમની સામે વાપી GIDC, ડુંગરા, વાપી ટાઉન અને સેલવાસ પોલીસ મથકમાં 13 જેટલા ગુન્હા નોંધાઇ ચુક્યા છે.
આ રીઢા ચોરને રેન્જ IG પ્રેમવિર સિંહ, વલસાડ જીલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા તથા DYSP બી.એન.દવેની સૂચના અને માર્ગદર્શનમાં GIDC પોલીસ મથકના PI એમ.પી.પટેલની સૂચના આધારે PSI આર.એન. હાથલીયા, અ.હે.કો વિપુલભાઈ, આ.પો.કો. હારીશ કામરૂલ, પો.કો. ચેતનસિંહ, GRD જયવીરસિંહ, કિશોરે ટીમ વર્કથી કામ કરી ઝડપી પાડ્યા હતાં.
“I appreciate the detailed explanation, very helpful!”