Wednesday, January 15News That Matters

વાપી CETP અને સરીગામ CETP ની બિરદાવવા લાયક કામગીરી, pH, BOD, CODનું પ્રમાણ સંતોષજનક 

વાપી અને સરીગામ GIDC માં આવેલ CETP ની કામગીરી અંગે GPCB ના રિપોર્ટ પ્રમાણે જોઈએ તો, છેલ્લા 1 વર્ષની કામગીરી ખૂબજ સંતોષજનક રહી છે.

વાપી અને સરીગામ CETP ના છેલ્લા 3 મહિનાના રિપોર્ટ મુજબ વાપી CETP માં Treat થવા આવતા Effluentમાં ઓગસ્ટ મહિનામાં pH 7.97 હતું. ટ્રીટ કર્યા બાદ તે 7.22 pH હતું. COD 724 હતું. ટ્રીટ કર્યા બાદ 209.5 હતું. BOD 170 હતું. ટ્રીટ કર્યા બાદ 26.5 હતું. સરીગામ CETP માં ટ્રીટ માટે આવેલ Effluentમાં pH 7.42 હતું. ટ્રીટ કર્યા બાદ 7.13 હતું. COD 675 હતું. ટ્રીટ કર્યા બાદ 62 હતું. BOD 141 હતું. ટ્રીટ કર્યા બાદ 12 હતું.

સપ્ટેમ્બર મહિનામાં વાપી CETP માં Treat થવા આવતા Effluentમાં pH 7.61 હતું. ટ્રીટ કર્યા બાદ તે 7.515 pH હતું. COD 865.5 હતું. ટ્રીટ કર્યા બાદ 200 હતું. BOD 201 હતું. ટ્રીટ કર્યા બાદ 23.5 હતું. સરીગામ CETP માં ટ્રીટ માટે આવેલ Effluentમાં pH 7.89 હતું. ટ્રીટ કર્યા બાદ 7.77 હતું. COD 584 હતું. ટ્રીટ કર્યા બાદ 224 હતું. BOD 140 હતું. ટ્રીટ કર્યા બાદ 28 હતું.

ઓક્ટોબર મહિનામાં વાપી CETP માં Treat થવા આવતા Effluentમાં સરેરાશ pH 7.8625 હતું. ટ્રીટ કર્યા બાદ તે સરેરાશ 6.95 pH હતું. સરેરાશ COD 1058 હતું. ટ્રીટ કર્યા બાદ 212.5 હતું. BOD 263 હતું. ટ્રીટ કર્યા બાદ 24.5 હતું. સરીગામ CETP માં ટ્રીટ માટે આવેલ Effluentમાં pH 7.29 હતું. ટ્રીટ કર્યા બાદ 7.28 હતું. COD 235 હતું. ટ્રીટ કર્યા બાદ 84 હતું. BOD 45 હતું. ટ્રીટ કર્યા બાદ 17 હતું.

એટલું જ નહીં Effluentને CETP માં treat કર્યા બાદ દમણગંગા નદીમાં છોડતી વખતે જેમ COD, BOD અને pH ની કાળજી લેવાઈ રહી છે. એટલી જ કાળજી હવા પ્રદુષણ બાબતે પણ લેવાઈ રહી છે. તારીખ 14 જાન્યુઆરી 2025ના CPCB ના રિપોર્ટ મુજબ Air Quality Index (AQI)નું પ્રમાણ પણ 120 આસપાસ છે. તો, વાપી GIDC નજીક પસાર થતી દમણગંગા નદી સહિતની નદીઓ અને બોરવેલના પાણીનો વાર્ષિક રિપોર્ટ પણ એટલો જ સંતોષજનક છે.

GPCB એ વર્ષ 2022-23 ના રિપોર્ટમાં કરેલા ઉલ્લેખ મુજબ દમણગંગા નદીના પાણીના કચીગામ બ્રિજ પાસે લીધેલા સેમ્પલમાં pH 7.66 હતું. BOD 1.58 હતું. COD 17.33 હતું. દમણગંગા વિયર વાપી પાસે લીધેલા સેમ્પલમાં pH 7.80 હતું. BOD 0.75 હતું. COD 7.92 હતું. કોલક નદીના પાતલીયા બ્રિજ પાસે લીધેલા સેમ્પલમાં pH 7.87 હતું. BOD 1.07 હતું. COD 12.08 હતું.પાર નદીના અતુલ રેલવે બ્રિજ પાસે લીધેલા સેમ્પલમાં pH 7.85 હતું. BOD 1.04 હતું. COD 14.67 હતું. બોરવેલના લીધેલા સેમ્પલમાં રાજસ્થાન ભવન વાપી નજીકના બોરવેલમાં pH 7.74 હતું. BOD 0.65 હતું. COD 9.0 હતું. વાપી TSDF Site ના બોરવેલમાં pH 7.75 હતું. BOD 0.70 હતું. COD 10.50 હતું. નામધા ના કાંતા ફળિયાના બોરવેલમાં pH 7.76 હતું. BOD 0.60 હતું. COD 9.50 હતું.

ઉલ્લેખનીય છે કે, પાણીમાં pHનું પ્રમાણ ચોક્કસ માપદંડ નક્કી કરે છે. જો pH 1 અથવા 2 હોય, તો તે એસિડિક હોય છે અને જો pH 13 કે 14 હોય, તો તે આલ્કલાઇન છે. જો pH 7 હોય તો તે તટસ્થ હોય છે. PH 6.5 થી 8નું પ્રમાણ યોગ્ય માનવામાં આવે છે, પાણીમાં 7થી ઓછું PH લેવલ હાર્ડ વોટર માનવામાં આવે છે. C.O.D(CHEMICAL OXYGEN DEMAND), B.O.D(BIOLOGICAL OXYGEN DEMAND) પૈકી C.O.D કે જેનું પ્રમાણ વપરાશ માટે 30 હોવું જોઈએ. જયારે BODનું પ્રમાણ 250 જેટલું હોવું જોઈએ. આ ધારાધોરણ મુજબ વાપી, સરીગામ CETP માં આવ્યા બાદ તેને ટ્રીટ કરીને છોડવામાં આવતા પાણી બાબતે તેમની કામગીરી સરાહનીય છે. દમણના સાંસદ ઉમેશ પટેલે આવી કામગીરી દમણના ઉદ્યોગોમાંથી છોડાતા Effluent માં પણ જળવાય છે કે કેમ તે તરફ ધ્યાન આપવુ જોઈએ. દમણમાં STP, CETP ની કામગીરીનો કયાસ કાઢવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *