વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે આવેલી એક ફાર્મા કંપનીમાં કેમિકલ સ્ટોરના લોકની અદલાબદલી કરી કંપનીમાંથી 56.894 કિલો પેલેડીયન કેટાલીસ્ટ કેમિકલ પાવડરની ચોરી થઇ હતી. જે અંગેની જાણ કંપની સંચાલકને થતા તેણે આ ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકે 1.60 કરોડના કેમિકલ પાવડરની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વલસાડ LCBની ટીમે ગણતરીના કલાકોમાં 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
9 આરોપીઓ પાસેથી 27.154 કિલો ચોરાયેલો કેમિકલ પાવડર અને 26 લાખ રૂપિયા રોકડા તેમજ વેચેલો પાવડર કબજે કરવામાં આવ્યો હતો. વલસાડ પોલીસે ચોરી થયેલો 56.894 કિલો ગ્રામનો જથ્થો અને આરોપીઓ પાસેથી ઝડપાયેલા 26 લાખ રૂપિયા કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે
વલસાડ જિલ્લાના વાપી GIDCના J ટાઈપ રોડ ઉપર આવેલી રિક્ટર થેમીસ મેડીકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા રાજ લખાનલાલ, પ્રમોદ ભરતસિંહ અને નરેન્દ્ર સિંહે કેમિકલ સ્ટોર રૂમનું લોક અદલ બદલ કર્યુ હતું. તેમજ અન્ય સાગરીતો સાથે મળી 56.894 કિલો કેમિકલ પાઉડરનો જથ્થો ચોરી કરી ભાગી ગયા હતા. જેની જાણ કંપનીના સંચાલકને થતા કંપની સંચાલકે વાપી GIDC ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વલસાડ LCBની ટીમે વાપી GIDC વિસ્તારમાં j ટાઈપ રોડ ઉપર આવેલી રિક્ટર થેમીસ મેડિકલ ફાર્મા કંપનીમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
જેમાં CCTV ફૂટેજ અને ઝીણવટભરી રીતે ચકાસણી કરતાં કંપનીમાં કામ કરતા ત્રણ ઈસમોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. LCBની ટીમને મળેલી બાતમીના આધારે કેમિકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ દમણગંગા નદીના બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ ચેક કરતાં 9 જેટલા આરોપીઓને કેમિકલ ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા હતા. તેઓ મહેસાણાની ફાર્મા કંપનીમાં કેમિકલ વેચવાના હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ પોલીસે કેમિકલના દલાલ સહિત 9 ઇસમોને ઝડપી પાડ્યા હતાં.
ઝડપાયેલા આરોપી…….
1. પ્રમોદ ભરાતસિંગ રાજપૂત
2. રાજકુમાર લખનલાલ
3. રાજકુમાર પીટળદીન માલી, રાજપીપળા
4. રાહુલ ઉર્ફે બીલ્લા રામેશ્વરસિંગ રાજપૂત, અંકલેશ્વર
5. શિવમ વિનોદ પાંડે, અંકલેશ્વર, નામક ફેક્ટરી બાજુમાં
6. રાજન ટુનું વર્મા, અંકલેશ્વર
7. જીતેન્દ્ર ઉર્ફે જીતુ બળદેવભાઈ પટેલ, અંકલેશ્વર
8. વિરલ ભરતભાઇ પટેલ, ગાંધીનગર, કેમિકલ ખરીદનાર
9. તૃષાર અમરતભાઈ પટેલ, વિજાપુર
પકડાયેલા આરોપીઓ પાસેથી પેલેડીયન કેટાલીસ્ટ પાવડર વજન 27.154 કિ.ગ્રા. જેની કિંમત રૂપિયા 76,62,424 અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ -10 જેની કિ.રૂ. 46000, રોકડા રૂ .2637830, 50,000નું બાઇક, 5લાખની 2 કાર મળી કુલ 1,08,96,254 ના મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો હતો