Thursday, November 21News That Matters

દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રારંભ, અગાઉ હતો પ્રતિબંધ

વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ GIDC વિસ્તારના ગણેશ ભક્તો આવતી કાલથી (ગુરુવાર, 13મી સપ્ટેબર 2024) દમણગંગા નદી પર વિસર્જન કરી શકશે. જેથી રાતા ખાડી પર વિસર્જન કરવા જતા ગણેશભક્તોને રાહત થશેવાપીમાં દર વર્ષે ગણેશ વિસર્જન માટે દમણગંગા નદી કિનારે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આ વખતે GIDCની 3 કિલોમીટર લાંબી વરસાદી પાણીના ગટરનું કામ ચાલુ હોય અને દમણગંગા નદી પર નદીમાં ઉતરવા નવા પગથીયા બનાવવાનું કામકાજ સમયસર પૂર્ણ નહિ થતા ગણેશ ચુતુર્થી બાદ ગણેશ મૂર્તિના વિસર્જન માટે દમણગંગા નદી પર એક જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો હતો.જો કે, હવે ગણપતિ વિસર્જન માટે દમણ ગંગા નદીના કિનારે(મુક્તિ ધામ નજીક) શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી શકાશે. હાલમાં ચાલી રહેલ સમારકામને ધ્યાનમાં રાખીને નોટિફાઇડે લોકોને સાથ અને સહકાર આપવા વિનંતી કરી છે. શ્રીજી પ્રતિમાનું શાંતિપૂર્વક વિસર્જન કરવા વ્યવસ્થામાં થોડો ફેરફાર કરી પ્રતિબંધ હટાવી લેવાયો છે.હાલની વ્યવસ્થા મુજબ સ્થળ ઉપર મર્યાદિત સંખ્યામાં (શ્રીજી પ્રતિમા સાથે આવેલ  3/4 ભક્તોને જ)પ્રવેશ મળશે. શ્રીજીની પ્રતિમા સાથે આવેલ ભાવિક ભક્તો અને ડીજે સાથે ના કાફલાએ UPL બ્રિજ નીચેથી પરત ફરવું પડશે.ઉલ્લેખનીય છે કે, અગાઉના પ્રતિબંધના જાહેરનામા અંગે મોટાભાગના ગણેશ ભક્તો અજાણ રહેતા તેઓ સૌ પ્રથમ દમણગંગા ઘાટ પર દોઢ/અઢી/પાંચ દિવસના ગણેશજીનું વિસર્જન કરવા પહોંચ્યા હતા. જ્યાં પ્રતિબંધ હોય પોલીસે તમને રાતા ખાડી પર મોકલ્યા હતાં. રાતા ખાડી પર પહોંચતા મોટાભાગના ગણેશ ભક્તો ટ્રાફિક જામમાં ફસાતા હતાં. મૂર્તિના વિસર્જન સ્થળે કિચ્ચડમાં લોકો સ્લીપ થઈ રહ્યા હતાં. મૂર્તિનું વિસર્જન કરવા પણ જાતે નદીના પ્રવાહમાં ઉતરવું પડતું હતું. અનેક ગણેશ ભક્તો તણાઈ જવાનો ડર મહેસુસ કરતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *