એક્સપ્રેસવે પ્રોજેકટ હેઠળ કરવડ થી તલાસરી વચ્ચે માર્ગ નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલવું જોઈએ તેને બદલે હાલ આ કામગીરી માત્ર 30 ટકા જ થઈ છે. જે જોતા વડાપ્રધાન મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ હાલ ઘોંચ માં પડ્યો હોવાનું જણાય રહ્યું છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય ના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ ભારત માલા પરિયોજના હેઠળ રાજધાની દિલ્હીથી 5 રાજ્ય અને 1 યુનિયન ટેરિટરીમાંથી પસાર થતા 1386 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે ની કામગીરી હાથ ધરી છે. અંદાજિત 1 લાખ કરોડના આ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાના કરવડથી મહારાષ્ટ્રના તલાસરી સુધીના પેકેજ 10 માં કામગીરી મંથરગતિએ આગળ વધી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ કામગીરી દરમ્યાન રોડની જે જમીન સંપાદન કરવામાં આવી છે. તેમાં ઠેકઠેકાણે વીજ પ્રવાહના High Tension Tower ઉભા છે. જેને હટાવવાની જવાબદારી NHAI એ કોન્ટ્રકટરને સોંપી છે. જો કે, આ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કોન્ટ્રાક્ટરે કરવાનો થતો હોય કોન્ટ્રકટર આ ખર્ચથી બચવા કામગીરી કરતા નથી. જેની સીધી અસર આ પ્રોજેકટની કામગીરી પર પડી રહી છે.
સુત્રોનું માનીએ તો, આ પ્રોજેકટ માં કોન્ટ્રાક્ટરો એટલા છકી ગયા છે કે, તેઓ NHAI ના અધિકારીઓને જ ગાંઠતા નથી. એ પણ એક કારણ છે. આ એક્સપ્રેસવેની કામગીરીને ખોરંભે ચઢાવી રહ્યું છે.
તો, પેકેજ નંબર 10 નું કામ ખોરંભે ચઢતાં વાપી, દાદરા નગર હવેલીના ઔધોગિક ટ્રાફિકનું ભારણ નેશનલ હાઈવે નંબર 48 પર વધી રહ્યું છે. જેને કારણે વાપી અને ભિલાડ માં ટ્રાફિક જામની સમસ્યાનો સામનો અન્ય સ્થાનિક લોકો/ ઉધોગોએ કરવો પડે છે. જેમાં વળી પાછી પોલીસની કામગીરી વધી રહી છે.