વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં અનંત ચૌદસના દિવસે બાપ્પાને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. ડી.જે. તથા અન્ય વાજીંત્રોના સથવારે શહેરભરમાં બાપ્પાની શોભાયાત્રા બાદ દમણગંગા નદી, દમણ દરિયા કિનારે અને રાતા ખાડી સહિતના સ્થળોએ અંતિમ આરતી ઉતારી અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું.
દમણગંગા નદી કિનારે ફાયરના જવાનો દ્વારા અન્ય સ્થળોએ ખાસ તરવૈયાઓ દ્વારા તમામ ગણેશ પ્રતિમાનું વિસર્જિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કાફલો પણ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયો હતો. અંતિમ દિવસે દમણગંગા કિનારે 130થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.