વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ દારૂ ના ગુન્હામાં નાસતા ફરતા, પેરોલ/ફર્લો જમ્પ, વચગાળાના જામીન ઉપરથી ફરાર 5 આરોપીઓને વલસાડ LCB PI ના નેતૃત્વમાં ઝડપી લેવામાં આવ્યાં છે. માત્ર ત્રણ જ દિવસમા દબોચી લેવાયેલ આ આરોપીઓ અનુક્રમે વલસાડ, અમદાવાદ, ભાવનગર તથા વડોદરા જીલ્લાનુ સરનામુ ધરાવતા નાસતા ફરતા આરોપીઓ છે.
1, વિજયભાઇ ડાહયાભાઈ કલસરીયા ઉ.વ.36 (સાત વર્ષથી વોન્ટેડ આરોપી) રહે. હાલ. બાબરીયાધાર તા. રાજુલા જી. અમરેલી તથા એ-36, બ્લોક નં.192 રાધેક્રિષ્ના સોસાયટી, માંકણા, કામરેજ તા.જી.સુરત તથા અધેવાડા ટોપ-03 સર્કલ સીનેમા નજીક તા.જી.ભાવનગર
2, નિલેશ ઉર્ફે મોનુ સત્યપ્રકાશ ઉપાધ્યાય ઉ.વ.30 (ચાર વર્ષથી વોન્ટેડ આરોપી) રહે. સુરત સચીન GIDC નાકા તા.ચૌર્યાસી જી.સુરત તથા નેશનલ હાઈવે-48 તરસાલી જાંબુઆ રોડ જાંબુઆ ચોકડી પહેલા હાઈવે ઉપર આવેલ ઢાબા ઉપર તા.જી. વડોદરા મુળ રહે. રામપુર બેલા પોસ્ટ-બેલા જી. પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ
03, નિખીલ જ્યોતિશચંન્દ્ર ત્રિવેદી (3 વર્ષથી વોન્ટેડ આરોપી) હાલ રહે.એ/06 ગુરુકૃપા એપાર્ટમેન્ટ ખોડીયાર મંદિરની પાસે નિકોલ અમદાવાદ શહેર તથા રહે. રાધાક્રિષ્ણા મંદિરની સામે બલવ-03 તા.કલોલ જી.ગાંધીનગર તથા મકાન નં-20 ભરતનગર તા.જી.ભાવનગર
4, દક્ષેશ ઉર્ફે દક્ષુ દોલતભાઇ કોળી પટેલ રહે વટાર ડુંગર ફળીયા તાઃવાપી જી.વલસાડ
05, રાહુલ જોધાભાઇ ડાંભલા રહે વાપી બલીઠા આહીરવાડ,તાઃ વાપી જી. વલસાડ
ઉલ્લેખનીય છે કે, આગામી 3 ડીસેમ્બર 2024ની ઉજવણીના આગોતરા આયોજન અન્વયે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને ગેરકાયદેસર દારૂની બદી નેસ્ત નાબુદ થાય એ માટે IGP પ્રેમ વીર સિંહ, સુરત રેન્જ, તથા વલસાડ જીલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સદર કામગીરી LCB PI ઉત્સવ બારોટની સુચના અને માર્ગદર્શન આધારે PSI જે. એન. સોલંકી તથા PSI જે. બી. ધનેશાના નેતૃત્વ હેઠળ LCB અ.હે.કો સહદેવસિંહ રાઠોડ, મહેન્દ્ર ગામીત, રજીકાંત બારીઆ, અ.પો.કો. કુલદિપસિંહ ઝાલા, કનકસિંહ દયાતર, વિવેક ગઢવી તથા દશરથ ભરવાડનાએ ટીમ વર્કથી કરી હતી.