Saturday, December 21News That Matters

વાપીમાં 100 તરુણીઓ (Adolesents)ને HPV વેકસીનના ડોઝ આપવાના Fundraising માટે યોજાશે મેગા Housie ઇવેન્ટ

વાપીમાં કાર્યરત Vapi Women’s Club ની સભ્ય મહિલાઓએ એક અનોખી પહેલ કરી છે. આ 18 વર્ષથી સામાજિક કાર્ય ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી સંસ્થા છે. જેઓએ લોકોમાં Cervical Cancer અંગે જાગૃતિ આવે તે માટે ખાસ Cervical Cancer Vaccination Drive હાથ ધરી છે. જે અંગે એક પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી.આજકાલ દેશમાં ખાસ કરીને મહિલાઓમાં થતા Cervical Cancer અંગે ખુબજ જાગૃતિ આવી છે. તેમજ આ માટે ખાસ પ્રકારની વેકસીનની શોધ બાદ તેના ડોઝ લેવાનું પ્રમાણ પણ વધ્યું છે. જો કે, આ વેકસીનની કિંમત સામાન્ય પરિવારના ગજા બહારની હોય એ માટે અનેક સંસ્થાઓ દ્વારા દાતાઓની મદદથી આ Human papillomavirus (HPV) vaccinesના ડોઝ નજીવી કિંમતમાં કે નિઃશુલ્ક પુરા પાડવાની પહેલ કરી છે.Vapi Women’s Club દ્વારા આયોજિત આ પત્રકાર પરિષદમાં કલબના પ્રમુખ શિલ્પા અગ્રવાલ, સેક્રેટરી સાધના બાજપાઈ, ટ્રેઝરર સુનંદા જોશીએ અન્ય સભ્યો સાથે ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, તેમની સંસ્થા દ્વારા વાપીમાં શાળા-કોલેજમાં અભ્યાસ કરતી 13 થી 18 વર્ષની કિશોરીઓ (Adolesents)ને Cervical Cancer સામે રક્ષણ અપાવતા HPV ના ડોઝ નજીવી કિંમતમા આપવામાં આવશે. જેના ફંડ માટે સંસ્થા દ્વારા એક Bingo Night ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 15મી સપ્ટેમ્બરે વાપીના નામધા સ્થિત રજ્જુ શ્રોફ ઓડિટોરિયમમાં મેગા Housie ઇવેન્ટમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરી છે. ઇવેન્ટમાં ભાગ લેવા આવનાર સ્પર્ધકોને 3 બોનસ લક્કી ડ્રો સહિત કુલ 2 લાખના ઇનામ આપવામાં આવશે. વિજેતા સ્પર્ધકોમાં 1st પ્રાઈઝ 21000 રૂપિયા, 2nd પ્રાઈઝ 15000 રૂપિયા અને 3rd પ્રાઈઝ 11000 રૂપિયા આપવામાં આવશે. તો, ઇવેન્ટની ટિકિટના દર 700 રૂપિયા રાખવામાં આવ્યા છે. ઇવેન્ટના ખર્ચ બાદ અને દાતાઓ તરફથી મળેલ તમામ રકમમાંથી HPV વેકસીનની ખરીદી કરી 200 રૂપિયા જેવી સામાન્ય કિંમતે 100 કિશોરીઓને તેના 1st અને 2nd ડોઝ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, Cervical Cancer સામે રક્ષણ આપતી Human papillomavirus (HPV) vaccinesની હાલમાં માર્કેટ કિંમત અંદાજીત 4000 રૂપિયા આસપાસ છે. જે 12 વર્ષની કિશોરીઓથી લઈને ઉંમરલાયક મહિલાઓ સુધીની ઉંમરને આધારે 10 હજાર રૂપિયા સુધીની કિંમતે પણ વેંચાય છે. ત્યારે, આ સંસ્થાની પહેલ આવકારદાયક છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *