Tuesday, January 7News That Matters

મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્યાના સમાધાન સાથે 8મી માર્ચે મેરિલમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમ, SMJH ની મહિલા તબીબોના હસ્તે અપાયા પુરસ્કાર

8મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વલસાડ જિલ્લામાં વિવિધ સંગઠનો, સંસ્થાઓ દ્વારા મહિલાઓ માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વાપીની શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલ દ્વારા વાપીની મેરિલ લાઈફ સાયન્સીઝ ખાતે આરોગ્ય પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ Meril life sciences pvt ltd ના ઓડિટોરિયમ માં શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ વાપીના મહિલા પેનલિસ્ટ ડોકટરોનીએ હાજરીમાં મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્યાના સમાધાન સાથે આરોગ્ય પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુઁ.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થીનીઓ અને વાલીઓને જનસેવાની તબીબી મહિલાઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતાં. સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળતા અને તેને લગતા આ પ્રશ્નોત્તરી સેમિનારમાં મોટાભાગની મહિલાઓએ સાચા જવાબ આપ્યા હતાં. જ્યારે અન્ય કેટલાક મૂંઝવતા પ્રશ્નોની વિસ્તૃત છણાવટ મહિલા તબીબો દ્વારા કરવામાં આવી હતી. સેમિનારમાં મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા મેરિલ HR દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. જે સાચા જવાબ આપનાર મહિલાઓને SMJH ની મહિલા તબીબોના હસ્તે અપાયા હતાં.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *