વાપી ચણોદ કોલોનીમાં માં shri dinesh devshi mandhu કેમ્પસ માં આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલતા સ્કૂલના ડિસીપ્લીન કમિટી હેડ કલ્પેશ ભગત દ્વારા માફીનામું લખાવ્યું હતું. જે અંગે વિદ્યાર્થીઓના વાલીઓ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમે સ્કૂલે જઇ હોબાળો કર્યો હતો. આ વિવાદ વકરતા આખરે ડિસીપ્લીન હેડએ સ્કૂલના લેટર હેડ ઉપર વાલીઓ પાસેથી માફી માંગી વિવાદનો અંત લાવ્યા છે.
જય શ્રી રામ સંબોધવાથી માફીનામુ લખાવી લેવાની જાણ વાલીઓએ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપપ્રમુખ નરેંદ્ર પાયકને કરતા બજરંગ દળ અને તેમની ટીમ સેન્ટ મેરી સ્કૂલમાં પહોંચી હતી અને સ્કૂલની કઇ ચોપડીમાં જય શ્રી રામ બોલવા ઉપર પ્રતિબંધ છે કહી હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ વિવાદને મીડિયાએ ચગાવ્યો હતો. અન્ય કેટલાય હિન્દૂ સંગઠનોએ પણ આ મામલે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જેને લઈને સ્કૂલના ડિસીપ્લીન હેડ કલ્પેશ ભગત અને સ્કૂલ પ્રિન્સીપલ સેવીઓ કેથીનોએ સ્કૂલના લેટર હેડ ઉપર વાલી પાસેથી માફી માંગી એક પત્ર તેમને મોકલ્યો હતો. જેમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ વાલીઓ પાસેથી માફી માંગવામાં આવી છે.
વાપી ચણોદ કોલોનીમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં બે વિદ્યાર્થીએ સ્કૂલ પરિસરમાં મોટેથી જય શ્રી રામ બોલવાના વિવાદમાં VHP અને બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલમાં જઈ વિરોધ નોંધાવતા માફીનામું લખાવનાર સ્કૂલ સંચાલકો તેમની ભૂલ બદલ માફીનામું લખીને આપશે તેવી ખાતરી આપી હતી. અને 14મી માર્ચે સ્કૂલના લેટરહેડ પર માફીનામું લખી વિવાદનો અંત લાવ્યા છે. જો કે વિવાદનો વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હિંદુ સંગઠનો માં અને વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા સંચાલકોની આ પ્રકારની મેન્ટાલિટી પર ફિટકાર વરસાવ્યો હતો.