Saturday, December 21News That Matters

વલસાડ SOG એ ટેમ્પો, બાઇક, ટાયર ચોરનારા 2 ચોરને ઝડપી 7 વાહનચોરીનો ભેદ ઉકેલ્યો

વાપી : – વાપી ડુંગરા વિસ્તારમાં વિનંતી નાકા પાસેથી SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ) ના PSI કે. જે. રાઠોડ અને PSI એલ. જી. રાઠોડની ટીમે 2 રીઢા ચોરની ધરપકડ કરી 7 વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. સાથે જ 2 ટેમ્પો, 2 બાઇક, વ્હીલ પ્લેટ સાથેના 5 ટાયર મળી કુલ 6,03,500 રૂપિયાનો મુદ્દામાલ કજે કર્યો છે.

વલસાડ જિલ્લા વાપીમાં છેક મહારાષ્ટ્રથી ચોરેલા ટેમ્પોમાં ચોરી કરવા આવેલા 2 રીઢા ચોરને વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દબોચી લઈ 7 વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ અંગે DYSP વી. એન. પટેલે વિગતો આપી હતી કે, SGO ની ટીમ વાપીના ડુંગરા વિસ્તારમાં વિનંતી નાકા પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક છોટા હાથી લઈને ઉભેલા 2 શંકાસ્પદ ઇસમની પૂછપરછ કરી બંધ બોડીના ટેમ્પોમાં ચેક કરતા વ્હીલ પ્લેટ સાથેના 5 ટાયર મળી આવ્યાં હતાં. જેના બિલ માંગતા આરોપીઓ તે રજૂ કરી શક્યા નહોતા એ અરસામાં નજીકમાં પાર્ક અન્ય ટેમ્પોમાં તલાશી લેતા તેમાંથી 2 બાઇક મળી આવ્યા હતાં. આ તમામ વાહનો અને ટાયર ચોરીના હોવાનું આરોપીઓએ કબુલતા કુલ 6,03,500 રૂપિયાના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

બન્ને આરોપીઓ સુરજ જયરામ યાદવ અને અંકિત શમશેર યાદવ મૂળ યુપીના છે. મહારાષ્ટ્રમાંથી છોટા હાથી ટેમ્પો ચોરી કરીને તે ટેમ્પો લઈને વાપી આવતા હતાં. વાપીમાં ટ્રક જેવા પાર્ક વાહનોને જેક લગાવી ગણતરીની મિનિટમાં વ્હીલ પ્લેટ સાથે ટાયર કાઢી તેમજ બાઇક જેવા વાહનોને બંધ બોડીના ટેમ્પોમાં નાખી પલાયન થઈ જતા હતાં.
ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ચોર વાપીના ડુંગરા, વાપી GIDC પોલીસ મથક વિસ્તાર ઉપરાંત મહારાષ્ટ્રમાંથી ટેમ્પો, બાઇક, ટાયર અને કારની ચોરી કરતા હતાં. પોલીસે હાલ 2 ટેમ્પો, 2 બાઇક, 5 ટાયર સાથે 7 વાહન ચોરીના ગુન્હા ડિટેકટ કરી આરોપીઓ અન્ય ક્યાં ક્યાં ગુન્હામાં સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *