વાપી :- ગુરુવારે વાપીમાં ચલા રોડ પર પંચરત્ન બિલ્ડીંગમાં આવેલ રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂન ખુલ્લું રાખતા વાપી ટાઉન પોલીસે સ્પા માં રેઇડ કરી હતી. જેમાં સલૂનમાં કામ કરતી મુંબઈની યુવતી, એક ગ્રાહક અને 1 સંચાલક મળી કુલ 3 લોકો સામે કલમ 188 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ પોલીસે પીસલીલી સ્પા માં રેઇડ કરી 2 ગ્રાહક, 4 યુવતી અને સ્પા ના મેનેજર સામે કાર્યવાહી કરી હતી.
વાપી ટાઉન પોલીસે બુધવારે ચલામાં પીસલીલી સ્પા નામના સલૂનમાં રેઇડ કરી IPC કલમ 188 હેઠળ 19 થી 27 વર્ષની 4 યુવતી, સલૂનના મેનેજર અને 3 ગ્રાહકોની સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગુરુવારે ફરી એજ વિસ્તારમાં આવેલ પંચરત્ન બિલ્ડીંગમાં ચાલતા રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેઇડ કરી હતી
રીન્યુ સ્પા સલૂનમાંથી પણ પોલીસે સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષની યુવતી, સ્પાના સંચાલક એવા આતિષ બાલુ સેલાર અને ગ્રાહક તરીકે આવેલા આસિફ મુસ્તફા અજમેરી નામના વાપીના ઈસમને ઝડપી પાડ્યો હતો. તમામને વાપી ટાઉન પોલીસ મથકે લાવી હાલમાં કોરોના મહામારી દરમ્યાન વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા-પાર્લર નહિ ખોલવાના હુકમના જાહેરનામા ભંગ બદલ IPC કલમ 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લામાં કોરોના મહામારી દરમ્યાન પણ સ્પા-સલૂનમાં યુવતીઓ પાસે મસાજ સહિતના મોજશોખ કરવા માંગતા શોખીન ગ્રાહકોને સેવા પૂરી પાડવા સલૂન સંચાલકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. જેની સામે પોલીસ પણ સખત કાર્યવાહી કરી રહી છે. જો કે સ્પા સંચાલકો… તેમાં કામ કરતી યુવતીઓ…. અને આસિફ અજમેરી જેવા શોખીન ગ્રાહકો…. સામે પોલીસના કાયદાનો દંડો જાણે કોઈ વિષાતમાં ના હોય તેમ ગણતરીની કલાકોમાં જ જામીન પર મુક્ત થઈ ફરી એજ કાયદાનો ભંગ કરી રહ્યા છે. પોલીસે આવા લોકો સામે વધુ કડક હાથે કામ લેવું જરૂરી છે.