Friday, October 18News That Matters

MISSION “MILAAP” અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલ બાળકોને શોધી માતાપિતા સાથે મેળાપ કરાવ્યો

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુમ થયેલ બાળકોને શોધી તેમના પરિવારને સોંપવા મિશન મિલાપ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ હાલમાં જ ગુમ થયેલ વલસાડના એક 15 વર્ષના અને 2 ચાર વર્ષના બાળકોને શોધી તેમના વાલીઓ સાથે મિલન કરાવ્યું છે.આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ પોલિસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની રાહબરી હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્માના માર્ગદર્શન મુજબ MISSION “MILAAP અંતર્ગત અપહરણ/ગુમ થયેલ સગીર વયના બાળકો તેમજ વ્યકતિઓ શોધવા માટે પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.પરમારના નેતૂત્વ હેઠળ એક પોલીસ ટીમ પ્રયત્નશીલ હતી.

આ દરમિયાન વલસાડ સીટી પોલિસ સ્ટેશન વિસ્તારમા ગ્રીનપાર્ક ઝીન્નતનગર ભાગડાવાડ ખાતે રહેતા રહીશનો 15 વર્ષનો છોકરો પોતાના ઘરેથી વહેલી સવારે કોઈને કશુ કહ્યા વગર ગુમ થયેલ હતો. જેને શોધવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ગુમ થયેલ છોકરાના વર્ણન અને ફોટો આધારે શોધી કાઢવા હાથ ધરેલ તપાસમાં બાળકના ઘરેથી શરૂ કરી વલસાડ રેલ્વે સ્ટેશન સુધીના લગભગ 50 જેટલા CCTV કેમેરા ચેક કરવામા આવ્યાં હતાં.

તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલંસના આધારે ગુમ થનાર બાળક વલસાડ રેલ્વે સ્ટેશનથી સુરતની ટ્રેનમા ગયેલ હોવાનુ જણાય આવતા એક ટીમ બનાવી સુરત રેલ્વે સ્ટેશન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકને સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી શોધી કાઢી તેમના માતા-પિતા સાથે પન:મિલન કરાવ્યું હતું.

તો, આવી જ બીજી ઘટના વલસાડના રાખોડીયા તળાવ શહીદચોક ખાતે બની હતી. અહીંથી ચાર વર્ષની ઉમરના બે બાળકો પોતાના ઘરેથી રમતા-રમતા ગુમ થઈ ગયા હતાં. આ ગુમ થયેલ છોકરાના વર્ણન અને ફોટો આધારે તેમના માતા-પિતાને શોધી કાઢી તેમના માતા- પિતા સાથે પુનઃ:મિલન કરાવી વલસાડ સીટી પોલિસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, MISSION “MILAAP” Mission For Identiflying & Locating Absent Adolescents & Persons અભિયાનની આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.પરમાર, વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ PSI જે. જી. પરમાર, અ.હે.કો. ઈશ્વરભાઈ, સહદેવસિંહ, શહિદાબાનુ સૈયદઅલી, અ.પો.કો ભાવેશભાઈ, મંગુભાઈ, નરેંદ્રસિંહ, પ્રવિણભાઈ, રિંકલભાઈ, GRD વિરાજ આ સરાહનીય કામગીરીમાં જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *