Friday, October 18News That Matters

અમદાવાદ ખાતે CM ના અધ્યક્ષ સ્થાને યોજાનાર મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં વલસાડથી 2200 લોકો જોડાશે, હેમંત કંસારાએ આપી માહિતી

અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનાર મેરી માટી મેરા દેશ કાર્યક્રમ માં વલસાડ જિલ્લામાં થી 2200 લોકો જોડાશે તેવી વિગતો વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસરાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં સરકાર તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા રાજ્ય ના તમામ જિલ્લાઓ માંથી ઘરે ઘરે થી માટી એકત્ર કરી દિલ્હી ખાતે નિર્માણ પામી રહેલ અમૃત વન માં ખાતે ઉપયોગમાં માં લેનાર છે.

જે અંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ની સૂચના અને માર્ગદર્શન મુજબ તારીખ 27/10/2023 ના રોજ “મારી માટી મારો દેશ પ્રદેશ સ્તર ના કાર્યક્રમ નું આયોજન રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે જે અંગે વિગતવાર માહિતીઓ આપવા વલસાડ જિલ્લા ભાજપ ના પ્રમુખ હેમંતભાઈ કંસારાની અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રમુખએ વિગતો આપતા જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે યોજાનાર કાર્યક્રમ માં વલસાડ જિલ્લામાંથી વલસાડ વિધાનસભા થી અંદાજે 17 વાહનો, ધરમપુર વિધાનસભા થી અંદાજે 19 વાહનો , પારડી વિધાનસભા થી અંદાજે 81 વાહનો, કપરાડા વિધાનસભા થી અંદાજે 15 વાહનો, ઉમરગામ વિધાનસભા થી અંદાજે 22 વાહનો માં અંદાજે 2200 લોકો જનાર છે તેમજ દિલ્હી ખાતે યોજાનાર મેરી માટી મેરા દેશ કાર્યક્રમ માં વલસાડ જિલ્લામાં થી 29 લોકો ભાગ લેનાર છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *