Friday, January 31News That Matters

કપરાડાના જોગવેલમાં તુલસી પૂજનનું અનોખું આયોજન કરવામાં આવ્યું

સંત આશારામ બાપુની પ્રેરણાથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા સત્સંગ, સંસ્કૃતિ રક્ષા સંમેલન અને તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન સાધ્વી જ્યોત્સના દીદીના સાનિધ્યમાં વલસાડ જીલ્લાના કપરડા તાલુકાના  જોગવેલ ગામે કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો અને મહિલાઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તુલસી માતાની વિધિવત પૂજા કરી તુલસી પૂજન દિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે સાધ્વી જ્યોત્સના દીદીએ કહ્યું કે પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે “તુલસી માતાના અડધા પાંદડાના ફાયદા પ્રકૃતિમાં હાજર તમામ ફૂલો અને પાંદડાઓના રસ કરતા વધારે છે.” તુલસી 24 કલાક ઓક્સિજન આપે છે. તુલસીના પાનમાંથી પીળો પ્રવાહી યુજેનોલ મિથાઈલ ઈથર બહાર આવે છે જે ઉડ્ડયનશીલ છે અને વાતાવરણને ઝેરી જંતુઓથી મુક્ત બનાવે છે.
વિશ્વ હિન્દુ પરિષદના અજીત સોલંકી એ જણાવ્યું હતું કે આશારામ બાપુની પાવન પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે. યુવા પેઢીને પશ્ચિમી સંસ્કૃતિની દુષ્પ્રભાવોથી બચાવવા માટે આ પવિત્ર ઉત્સવનો શંખનાદ બાપુજી દ્વારા વર્ષ 2011માં કરવામાં આવ્યો હતો જે આજે વિરાટ સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે.
આ દરમિયાન તમામે 25મી ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સહુને તુલસી પૂજન દિવસ ઉજવવાનો સંદેશ આપ્યો હતો. બાપુજીની ચરણપાદુકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *