Friday, January 31News That Matters

ચણોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટ્રકના નિશાન સાથે સરપંચ-સભ્યોએ ભ્રષ્ટાચાર મુક્ત ગામનો સંકલ્પ લઈને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

 

વાપી તાલુકામાં મહત્વની અને મોટી ગ્રામ પંચાયતમાં ગણના પામતી ચણોદ ગ્રામ પંચાયતમાં પણ રાજ્યની અન્ય ગ્રામ પંચાયતો સાથે ચૂંટણી યોજાવાની છે. આગામી 19મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં ટ્રકના નિશાન વાળી 20 સભ્યોની પેનલ સાથે સરપંચ તરીકે ચારુબેન સ્નેહલ પટેલે ઉમેદવારી નોંધાવી છે. જેને ચૂંટણીમાં જીત અપાવવા ચણોદના ભાનું સાગર સોસાયટીમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાનુશાલી સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેઓને સરપંચના ઉમેદવાર ચારુબેન પટેલ અને અન્ય સભ્યો પૈકી પિયુષ કાનજી ભાનુશાળીએ જંગી બહુમતીથી જીત અપાવવા અપીલ કરી હતી.

 

 

 

 

ચણોદ ગામમાં ભાનું સાગર સોસાયટીમાં આયોજિત સરપંચની ચૂંટણીની જાહેર સભામાં પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવનાર ચારુ પટેલ ઉપરાંત અન્ય 20 વોર્ડના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભ્યમાં ઉમેદવારી નોંધાવનાર પિયુષ ભાનુશાળીએ જણાવ્યું હતું કે ચણોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે OBC જાતિના મહિલા સરપંચ ની ઉમેદવારી જાહેર થઈ હતી. જે માટે ચારુબેન પટેલને સરપંચ ના ઉમેદવાર તરીકે જાહેર કરી ટ્રક ના નિશાન હેઠળ 20 સભ્યોની પેનલ ઉભી કરી છે.

 

 

 

અમારો ઉદ્દેશ્ય ગામમાં વિકાસ કરવાનો અને ભ્રષ્ટાચાર મુક્ત ગામ બનાવવાનો છે. ગામના લોકો પરિવર્તન ઈચ્છે છે. અત્યાર સુધી જે વિકાસના કામ નથી થયા તે વિકાસના કામ કરવાના છે. જે માટે પંચાયતના તમામ 20 વોર્ડમાંથી મતદારોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. મતદારો પણ જીત અપાવવાની ખાતરી આપી રહ્યા છે.

 

 

 

 

 

 

ચૂંટણી પ્રચારના ભાગ રૂપે સમાજના આગેવાનો સાથે આ પ્રચાર સભાનું આયોજન કર્યું હતું. તમામ મતદારોને આગામી 19મી ડિસેમ્બરે યોજાનાર મતદાનમાં ટ્રક ના નિશાન પર મતદાન કરી જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી. જેને ઉપસ્થિત તમામ સમાજના લોકોએ આવકારી હતી.

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *