વલસાડ :- વલસાડ જિલ્લામાં બુધવારે ભાજપના કાર્યકરો અને અન્ય લોકોને ભાજપના કાર્યકર મહેશ ભટ્ટે 2 એવા મેસેજ શેર કર્યા છે કે, આ મેસેજને લઈને સોશ્યલ મીડિયામાં આ મેસેજ ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે. જો કે મેસેજ કોણે કોને ઉદ્દેશીને કર્યો છે. તે અંગે જેટલા મોઢા તેટલી વાતો થઈ રહી છે. અને એક પીઢ અનુભવી કાર્યકર પર ભાજપના કાર્યકરો અને જનતા થું-થું કરી રહી છે.
વલસાડ જિલ્લાના ભાજપના કાર્યકરોના પર્સનલ વોટ્સએપ ગ્રૂપ પર અને કેટલાક સોશ્યલ ગ્રૂપ પર મોકલેલ આ મેસજ અહીં એ જ રીતે કોપી કરેલ છે. તેમજ તેના સ્ક્રીન શોટ્સ પણ મુક્યા છે.
🙏 *આભાર* *એ* *સૌનો* *હૃદય* *થી* 🙏
*આભાર* *,* 🙏
મને
*દુઃખ* આપનારા ઓનો,
*મજબૂત* થયો હું તેઓને કારણે *,*
*આભાર* *,* 🙏
મને *છેતરનારા* ઓનો ,
*જ્ઞાન* મળ્યુ nમને તેઓના કારણે *,*
આભાર , 🙏
મારી
*નિંદા* કરનારા ઓનો ,
*ખીલ્યું* મારૂં *વ્યક્તિત્વ* તેઓના કારણે *,*
*આભાર* *,* 🙏
મને
*ઠોકર* મારનારા ઓનો ,
*હિંમત* આવી મારામાં તેઓના કારણે *,*
*આભાર* *,* 🙏
મને *તરછોડનારા* ઓનો ,
*આત્મનિર્ભર* બન્યો હું તેઓના કારણે *,*
💐💐💐💐
*આભાર* *,* 🙏
👇
*મને* *પ્રેમ* *કરનારાઓનો* ,
*જીવવાનું* *મને* *કારણ* *મળ્યુ* *તેઓના* *કારણે* …. *!* *!*
🙏🙏🙏🙏
*”* *ચેતવણી*
*જનહીત* *માં* *”*
જો કે આ શબ્દોમાં જાણે ભાજપના આ કાર્યકરને કોઈએ ઠોકર મારી દુઃખ પહોંચાડ્યું હોય, તરછોડી દીધો હોય, છેતર્યા હોય તેવી વેદના વ્યક્ત કરાઈ છે. અને તે પછીના મેસેજમાં જાણે પોતે બદલો લેતા હોય તેવા અને બીજાને બદનામ કરતા હોય તેવા શબ્દો સાથેનો મેસેજ છે.
*”* *ઓળખી લેજો* *આવા* *નમૂનાઓ* *ને* …. *?* ….
👇
*ભેરવાયા* *તો* *ગયા* *સમજો* *”*
👇👇
*અભ્યાસ* *:* *-* *પ્રાયમરી* *સુધી* *નું* *એ* *પણ* *પૂરું* *નહીં* *,* *(* આવા *નમૂનાઓ* માં *શિક્ષણ* *,* *સંસ્કાર* *,* *શિસ્ત* *,* *મર્યાદા* , *આમન્યા* નહીંવત જ હોય છે . *)*
*લાયકાત* *:* *-* *બેસ્ટ* *હાંકનાર* *,*
*ખોટા* *ખોટા* *દેખાડા* કરવામાં પુરી *દુનિયા* માં *જોટો* નહીં મળે તેની *100* *%* *ખાત્રી* *,*
*ધોળા* *દિવસે* *હથેળી* માં *ચાંદ* બતાવવા માં ખૂબજ *માહિર* *,*
*આજીવિકા* *માટે* *:* *-*
*ધંધો*/ *વેપાર* / *નોકરી* *:* *-* *કશુંજ* *નહીં* ….. *ખોટી* વાર્તાઓ બનાવવામાં , *ગ્રીનીચ* *બુક* માં *પ્રથમ* નંબર જ આવે *,*
*નિષ્ણાંત* *:* *-* *”* *દલાલી* *(* *દરેક* *પ્રકાર* *ની* *)* *”*
*સત્તા* પક્ષ માં *જૂઠ* *-* *ફરેબ* , *પાય* *લાગન* , ખોટી ખોટી *નેતાગણ* ની *ખુશામત* કે ગમે તે *રીત* થી *બિન* *મહત્વ* નું પણ *સ્થાન* મળે એટલું *પૂરતું* બસ પછી *કારીગીરી* ચાલુ
*એ*
👇
*એકમાત્ર*
*આજીવિકા* *નું* *સાધન*… *!*
આ બીજા મેસેજમાં તેણે કોઈ ખાસ નમુનાની વાત કરી છે. જો કે આ મેસેજ પછી ભાજપના કાર્યકરોએ તરેહ તરેહની વાતો શરૂ કરી છે. એક તરફ ભાજપ સોશ્યલ મીડિયાના માધ્યમથી મતદારો સુધી પહોંચવાની વાત કરે છે. ખાસ સોશ્યલ મીડિયા સેલ વિભાગ ઉભો કર્યો છે. ત્યારે ભાજપના જ કાર્યકરે એ પણ સાબિત કરી દીધું છે કે સોશ્યલ મીડિયાનો આવી રીતે પણ ઉપયોગ કરી શકાય. આ મેસજ કેટલાક પત્રકારોને પણ મળ્યો છે. જેમણે મહેશ ભટ્ટ પાસેથી મેસેજ અંગે પૃચ્છા કરી હતી જેમાં તેમને મેસેજ મળ્યો અને તેમણે એ મેસેજ બીજાને ફોરવર્ડ કર્યો હોવાનું જણાવ્યું હતું.
જ્યારે, સૂત્રોએ આ મેસેજ કરનાર અંગે જણાવ્યું હતું કે આવા મેસેજ કરનાર ભાજપનો કાર્યકર જ છે અને વર્ષોથી આવા કારનામાં કરવામાં માહેર છે. દરેક કાર્યકર તેની આ ખૂબી જાણે છે એટલે મગ નું નામ મરી પાડવાની તસ્દી લીધી નહોતી. તો, આ સમગ્ર મામલે કેટલાક સાચા કાર્યકરોએ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત હાઈ કમાન્ડ સુધી આ વાત પહોંચાડી શિસ્તમાં માનનારી પાર્ટીમાં આવા અશિસ્ત કાર્યકર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી રજુઆત કરી છે.
સુત્રોનું કહેવું છે કે આ કાર્યકરને હાલમાં પાર્ટીમાં કોઈ ગાંઠતું નથી. કોઈ વેલ્યુ નહિ હોવા છતાં પોતાને ગામનો ધણી સમજવા જેવા સપનામાં રાચે છે. વર્ષોથી અનેક કાવાદાવા કરી નેતાઓની પડખે ઉભા રહી ફોટાઓ પડાવવા અને વાહવાહી લૂંટવી એ જ એનું કામ છે. મહિલા કાર્યકરોની બાબતમાં સદાય કુણી લાગણી રાખી અનેક વખત બદનામ થવા છતાં પણ તેને સુધરવું નથી. ત્યારે ટોક ઓફ ધ ટાઉન બનેલો આ મેસેજ નો મુદ્દો આગામી દિવસોમાં કાર્યકરોમાં વિખવાદનું કારણ બને તો નવાઈ નહિ.