આજથી સમગ્ર રાજયમાં શરૂ થયેલા રાજય સરકરના ક્ન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે તા. 23 મી જૂન થી શરૂ થયેલા અને તા. 26 મી જૂન સુધી ત્રિદિવસીય સુધી ચાલનારા ગ્રામ્ય અને શહેરી ક્ક્ષાના સંયુક્ત શાળા પ્રવેશોત્સવનો વલસાડ જિલ્લામાં પણ પારડી તાલુકાના વેલપરવા પ્રાથમિક્ શાળા ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિક્લ્સ મંત્રીશ્રી ક્નુભાઇ દેસાઇએ દીપ પ્રાગટય ક્રી પ્રારંભ ક્રાવ્યો હતો.
વલસાડ જિલ્લામાં આજથી શરૂ થયેલા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં 963 સરકારી પ્રાથમિક્ શાળા, 50 આશ્રમશાળા અને 11899 આંગણવાડીમાં 19687 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં કુલ 95 રૂટની 777 શાળાઓમાં રાજયના મંત્રીઓ અને મહાનુભાવોના હસ્તે બાળકોને શાળા પ્રવેશોત્વ ક્રાવાશે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનો સમગ્રતયા વિકાસ થાય તે માટે અનેક્ પ્રજાક્લ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં શાળાપ્રવેશોત્સવ એક્ ભાગ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયની પ્રાથમિક્ શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશને વેગ મળે અને પ્રવેશપાત્ર એક્ પણ બાળક્ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે હેતુસર વર્ષઃ 2002-03 થી ક્ન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ર્ક્યો હતો. ગુજરાતનું દરેક્ બાળક્ શિક્ષિત થાય અને તેનું નામાંકન થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી સ્વયં પ્રાથમિક્ શાળામાં અને આંગણવાડીમાં જઇને પ્રવેશપાત્ર બાળકોનો પ્રવેશ ક્રાવ્યો હતો.
કોરોના કાળના બે વર્ષ બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આજથી રાજયભરમાં ત્રિદિવસીય ક્ન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે એમ જણાવતાં મંત્રીએ વેલપરવા પ્રાથમિક્ શાળા ખાતે 5 કુમાર અને 5 ક્ન્યા મળી કુલ 10 બાળકોનો અને આંગણવાડીના 2 બાળકોનો પ્રવેશ ક્રાવ્યો હતો. આ શાળા બાદ આમળી પ્રાથમિક્ શાળાના 10 કુમાર અને 06 ક્ન્યા મળી કુલ 16 બાળકોનો તેમજ આંગણવાડીના 04 બાળકોનો શાળાપ્રવેશ ક્રાવ્યો હતો.
આ બન્ને પ્રાથમિક્ શાળાના એસ. એમ. સી. અને શાળાના મુખ્ય શિક્ષક્ તેમજ શાળાના શિક્ષક્ગણ સાથે બેઠક્ ક્રી હતી. જેમાં પ્રાથમિક્ શાળા માટે જરૂરી ઓરડા, કોમ્પ્યુટરો તેમજ કોમ્પ્યુટર લેબ અને આનુષાંગિક્ સુવિધાના પ્રશ્નોનો બાબતે શાળાના મુખ્ય શિક્ષક્ને એસ. એમ. સી. સાથે જરૂરી સંક્લન ક્રી શાળાના વિકાસ ક્રવા માટે સૂચનો ર્ક્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શાળા પ્રવેશોત્સવના આ યજ્ઞના કારણે બાળકોનો નામાંક્ન દર જે વર્ષઃ 2004-5 માં 95.65 ટકા હતો તે આજે 99.02 ટકા થવા પામ્યો છે. તેમજ ક્ન્યાઓનો નામાંક્ન દર 2004-5 માં 95.23 ટકા હતો તે આજે વધીને વર્ષઃ 2020-21 માં 99.21 ટકા છે. આજથી 20 વર્ષ પહેલા પ્રાથમિક્ શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો 35.46 ટકા હતો તે વર્ષઃ 2020-21 માં ધો. 1 થી 5 નો 1.32 ટકા અને ધો. 1 થી 8 નો 3.07 ટકા થયો છે.