Friday, October 18News That Matters

વલસાડ-નવસારી જિલ્લામાંથી ચોરાયેલ 14.15 લાખની સ્પોર્ટ્સ બાઇક-મોપેડ સાથે 6 આરોપીઓને વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યા

વલસાડ રૂરલ પોલીસની ટીમે પાછલા 7 મહિનામાં ચોરી થયેલ મોંધીદાટ KTM-390, KTM RC 200, બજાજ પલ્સર N5200 જેવી સ્પોર્ટસ બાઇક તથા એકસેસ 125, એકટીવા 5G જેવી મોપેડને માસ્ટર કી વડે ચોરી કરતા 6 ચોરને ઝડપી પાડ્યાં છે. ઝડપાયેલા ચોર ટોળકી પાસેથી કુલ 12 વાહનો કબ્જે કર્યા છે. પોલીસે વાહનચોરીના 14 ગુન્હા ઉકેલવા સાથે કુલ 14,15,500નો મુદ્દામાલ કબ્જે કરી મહત્વની સફળતા મેળવી છે. 
 પોલીસ વિભાગે આપેલી વિગતો મુજબ વલસાડ રૂરલ પોલીસની એક ટીમ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદિપસિંહ ઝાલાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક, વી.એન.પટેલ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.પવારની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ વિક્રમભાઇ મનુભાઇને મળેલ બાતમી આધારે વાંકલ ત્રણ રસ્તા પાસેથી અલગ અલગ કંપનીની 13,85,000ની કિંમત ની 12 જેટલી મોટર સાયકલ-મોપેડ 30,500ના 7 મોબાઈલ મળી કુલ 14,15,500 ના મુદ્દામાલ સાથે 6 ચોરને ઝડપી પાડ્યા હતાં.
આ તમામ ચોરોએ ચોરી/છળકપટથી આ વાહનો મેળવ્યાનુ સામે આવતા તમામની અટક કરી તમામ મુદામાલ CRPC 102 મુજબ કબજે કરી 6એ આરોપીઓ સામે CRPC 41(1) D મુજબ અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે પકડેલ તમામ 6 આરોપીઓ…….
(1) પરેશ મહેશ ધોડીયા પટેલ, રહેવાસી સાદકપોર, નવસારી (2) દિપક મહેશ પટેલ રહેવાસી વાંકલ, વલસાડ (3) મિલન સુરેશ પટેલ રહેવાસી વાંકલ વલસાડ (4) સંજય સુરેશ ધોડીયા પટેલ રહેવાસી વાકંલ વલસાડ (5) અક્ષય બાલુ ઘોડીયા પટેલ, રહેવાસી વાંકલ, વલસાડ (6) ભાવેશ ભરત ધો.પટેલ રહેવાસી નવેરા, વલસાડ પાસેથી મોટર સાયકલો/મોપેડ કબ્જે કરી તે અંગે પૂછપરછ કરતા જાણકારી મળી હતી કે, પકડાયેલ આરોપી પૈકી સંજય સુરેશ પટેલે માસ્ટર કી ધરમપુરના તાજ લોક નામની દુકાને બનાવડાવી હતી. તથા ભાવેશ ભરત પટેલે એક નાના સળીયાની ડુપ્લીકેટ ચાવી નવેરામાં વેલ્ડીંગનું કામ કરતા અક્ષય પટેલ પાસે બનાવડાવી તે બન્ને ચાવીઓ વડે રાત્રીના સમયે મોટર સાયકલો/મોપેડોની સહઆરોપીઓ સાથે મળી ચોરી કરતા હતા.
ચોરીના બાઇકની દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરતા હોવાની શંકા…..
પકડાયેલ આરોપીઓ પૈકી પરેશ મહેશ પટેલ વિરૂધ્ધ ધરમપુરમાં દારૂના કેસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે. ભાવેશ ભરત પટેલ વિરૂધ્ધ ડુંગરા પોલીસ મથકમાં દારૂના કેસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે. આરોપીઓ મોટેભાગે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય આ તમામ બાઇકની ચોરી કરી તેનો દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરતા હોય તેવી શંકાના આધારે પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.
રૂરલ પોલીસ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી……
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.પવારના માર્ગદર્શન હેઠળ ASI વિક્રમભાઇ મનુભાઇ તથા સ્ટાફના હે.કો. નટુભાઇ સંપતભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કેવલભાઇ લીલાભાઇ, સુરેશભાઇ ચંદુભાઇ, હિતેશભાઇ પરષોતમભાઇ, મયુરસિંહ કનકસિંહ, માધુભાઇ કનુભાઇ સાથે GRD દિક્ષીત એસ.પટેલ, રાજેન્દ્ર કે.પટેલ, રાજેશ પી.યોગી, અભિષેક બી.વ્યાસ, આનંદ કે.ધાડગા, પંકજ એસ.પટેલ, હેમીલ.એ.પટેલ, પરેશ કે.નાયકા, પાર્થ.ડી.સોલંકીએ મદદમાં રહી ભારે જહેમત ઉઠાવી પ્રશંસનીય કામગીરી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *