31 ડીસેમ્બર-2024 અને વર્ષ-2024ના નવા વર્ષની ઉજવણીના અનુસંધાને વલસાડ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આગોતરા આયોજનમાં વલસાડ પોલીસે મહત્વની સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરિક્ષક, પ્રેમ વીર સિંહ, સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચના આધારે વલસાડ જીલ્લાની હદને અડીને આવેલ સંઘ પ્રદેશ દમણ તથા સેલવાસથી સહેલાણીઓ નવા વર્ષની ઉજવણીકરી રાત્રી દરમ્યાન દારૂનો નશો કરેલ હાલતમા ડ્રાયવીંગ કરી મુસાફરી કરતા હોય.
વલસાડ જીલ્લાના હાઇવે તથા નાના મોટા રોડ માર્ગો ઉપર મોટા હીટ એન્ડ રનના બનાવો ન બનવા પામે તેમજ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો, દેશી-વિદેશી દારૂનુ વેચાણ કરતા ઇસમો દારૂનો નશો કરી જાહેરમાં છાકટા થઇને ફરતા ઇસમો વિરૂધ્ધમા કાર્યવાહી કરવા સારૂ તા-21/12/2024 થી તા-31/12/2024ની મધ્યરાત્રી સુધી ખાસ ઝુંબેશ રાખવામા આવેલ.
સમગ્ર ઝુંબેશ દરમ્યાન જીલ્લાની આંતર રાજય પોલીસ ચેકપોસ્ટ ઉપર સ્થાનિક પોલીસ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) જવાનો દ્રારા સઘન વાહન ચેકીંગની કાર્યવાહી કરી તેમજ જીલ્લાના તમામ પો.સ્ટે વિસ્તારમા નાકા પોઇન્ટો ઉપર સ્થાનિક પોલીસ તથા હોમગાર્ડ, GRD સભ્યો દ્વારા સઘન વાહન ચેકીંગની કામગીરી કરી તેમજ પ્રોહી લીસ્ટેડ બુટલેગરો/નોન લીસ્ટેડ બુટલેગરો ઉપર રેઇડો કરી સફળ કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે, આ અનુસંધાને વલસાડ જીલ્લા પોલીસ દ્રારા કરેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.