વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા ગામમાં કેન્સરગ્રસ્ત પત્નીનું ગળું દબાવી હત્યા કરી ફરાર પતિને વાપી ટાઉન પોલીસે 18 વર્ષે ઝડપી લીધો છે. વર્ષ 2011માં આરોપીએ UPમાં હત્યા કરી હતી. તે કેસમાં આરોપીને વારાણસી પોલીસે ઝડપી પાડ્યો હતો. વર્ષ 2023માં આરોપીને આજીવન કેદની સજા સંભળાવતા વારાણસી કોર્ટે વલસાડ પોલીસને ઘટનાની જાણ કરી હતો. વાપી ટાઉન પોલીસે વારાણસી કોર્ટમાંથી આરોપીનો ટ્રાન્સફર વોરંટ વડે કબ્જો મેળવ્યો છે.આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ 18 વર્ષે વલસાડ પોલીસના કબ્જે આવેલ આરોપી પહેલા વાપીમાં રહેતો હતો. જે દરમ્યાન પત્નીને કેન્સર હોવાથી 2006માં તેના સસરાએ ગામમાં જઈ કેન્સરની સારવાર કરાવવા જણાવ્યું હતું. પત્નીએ ગામ જવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા પતિએ તેના પિતા અને સાથીઓની મદદ લઈને ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ મૃતક પત્નીની લાશને વાપી નજીકથી પસાર થતી કોલક નદીમાં ફેંકી આરોપીઓ વતન જતા રહ્યા હતા. આ કેસમાં વાપી ટાઉન પોલીસે AD દાખલ કર્યા બાદ PM રિપોર્ટમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તો, વર્ષ 2011માં ફરાર આરોપીએ UPમાં પણ એક હત્યા કરી હતી. જે કેસમાં આરોપીને વારાણસી પોલીસે ઝડપી પાડ્યો હતો. અને વર્ષ 2023માં આરોપીને આજીવન કેદની સજા સંભળાવી હતી.
વલસાડ SP ડો કરનરાજ વાઘેલાએ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લામાં સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. વાપી ડિવિઝનના DySP બી.એન.દવે વાપી વાપી ટાઉન પોલીસ મથકના PI કે જે રાઠોડના નેતૃત્વમાં વાપી ટાઉન પોલીસની ટીમ વાપીમાં વર્ષ 2006માં કોલક નદીમાંથી મળેલી મહિલાની લાશને કેસમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ઝીણવટ ભરી રીતે તપાસ હાથ ધરી હતી.
વોન્ટેડ આરોપી ક્રિષ્ના રાજભર ઉર્ફે રાધે કિશુન બલિસ્ટર રાજભરની ICJS પોર્ટલમાં સર્ચ કરતા સદરહું આરોપી ઉતરપ્રદેશના ગાજીપુર જિલ્લાના ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2011માં હત્યાના ગુનામાં ઝડપાયેલ હોવાની વિગતો મળી હતી.