વલસાડ પોલીસે વલસાડ સીટી અને ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે મેગા ડે-કોમ્બીંગ કર્યું હતું. જેમાં જુગાર અને દારૂના 7 કેસ, NDPS ચેકીંગ, ભાડાની રૂમો, ચાલીઓ, ગોડાઉન મળી 338 સ્થળોએ ચેકીંગ, બી-રોલ, વાહન ડિટેઇનના 98 કેસ સહિત કુલ 21000 રૂપિયા સ્થળ દંડ તરીકે વસૂલી મહત્વની કામગીરી કરી છે.
વલસાડ જીલ્લામાં આગામી સમયમા સ્થાનિક સ્વરાજય ચૂંટણી-2025 યોજાનાર હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે હેતુથી વલસાડ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહની સુચના અને વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એ. કે. વર્મા, વલસાડ વિભાગ, વલસાડ તથા નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે, વાપી વિભાગ, વાપીની અધ્યક્ષતામા વલસાડ જિલ્લાના વલસાડ સીટી પોલીસ સ્ટેશન તથા ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા ડે-કોમ્બીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડે-કોમ્બીંગમાં વલસાડ સીટી પો.સ્ટે તથા ભીલાડ પો.સ્ટે વિસ્તારમાં વલસાડ સીટી, વલસાડ રૂરલ, ડુંગરી, ભીલાડ, ઉમરગામ, મરીન, એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કવોડ, જીલ્લા ટ્રાફીક, QRT ટીમના પોલીસ ઇન્સ્પેકટર-07 તથા પોલીસ સબ ઇન્સ્પેકટર-09 તેમજ પોલીસ કર્મચારીઓ-89 તથા હોમગાર્ડ/ GRD/SRDના સભ્યો-60 મળી કુલ્લે-167 પોલીસ અધિકારી/કર્મચારીઓ મારફતે મેગા ડે-કોમ્બીંગનુ આયોજન કરી નીચે મુજબની કામગીરી કરવામા આવી હતી.
મેગા ડે-કોમ્બીંગ દરમિયાન કરેલ કામગીરીની વિગતમાં 57 MCR કાર્ડવાળા ઇસમોનું ચેકીંગ, 06 પ્રોહીબિશનના કેસ, 05 હિસ્ટ્રીશીટર ઇસમોનું ચેકીંગ, 1 જુગારનો કેસ, 23 પ્રોપર્ટી મેન્ટર ચેકના કેસ, 42 સ્થળોએ પ્રોહીબિશનની નીલ રેઇડના કેસ, 6 NDPS મેન્ટર ચેકના કેસ, દંગાપડાવ/ભંગાર ગોડાઉનના 21 કેસ, 45 પ્રોહીબિશનના બુટલેગર ઇસમોનું ચેકીંગ, M.V.Act 207 (વાહન ડિટેઇન)ના 27 કેસ, જુગાર બુટલેગર ઇસમો ચેકના 03 કેસ, 68 બી-રોલના કેસ, 21,000 રૂપિયા સ્થળ દંડ તરીકે વસુલ્યા, 18 ચાલીઓ ચેક કરવામાં આવી 118 ભાડાની રૂમો ચેક કરવામાં આવી, BNSS-128 મુજબ 03 શકમંદ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.