Saturday, December 21News That Matters

વલસાડ પોલીસે સમાજમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવા શાળા-કોલેજમાં જઇ Drug Abuse દિવસની ઉજવણી કરી

સમાજમાં ડ્રગ્સનું દુષણ ઘટે, તેની હેરફેર સામે સમાજના લોકો જાગૃત બને તેવા ઉદેશયથી દર વર્ષે 26મી જૂનના International Day Against DRUG ABUSE & Illicit Trafficking ના વિશ્વભરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે, વલસાડ જિલ્લા પોલીસે પણ આ દિવસને ધ્યાનમાં રાખી જિલ્લાની વિવિધ શાળા કોલેજમાં જઇ વિદ્યાર્થીઓને ડ્રગના દુષણથી માહિતગાર કરી આવી પ્રવૃતિઓ અંગે પોલીસનું ધ્યાન દોરવા અપીલ કરી હતી.

વાપીમાં જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ Drug Abuse દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વાપીની આર. કે. દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ કોલેજ ખાતે SOG પોલીસ ઇન્સ્પેકટર સહિત અન્ય પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી ડ્રગ્સના પ્રકાર, તેનાથી થતી ગંભીર બીમારીઓ, સમાજમાં ઉપન્ન થતી સમસ્યાઓથી વાકેફ કર્યા હતા. તેમજ ક્યાંય પણ ડ્રગ્સની કોઈ ગેરપ્રવૃત્તિઓ જોવા મળે તો તે અંગે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

દર વર્ષે 26મી જૂનના દિવસને International Day Against DRUG ABUSE & Illicit Trafficking તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
વિશ્વભરમાં કોકેઇન, ગાંઝો, ચરસ જેવા માદક ડ્રગ્સનું સેવન અને વેંચાણ એ એક જટિલ સમસ્યા છે. જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. ઘણા લોકો કે જેઓ ડ્રગનો ઉપયોગ કરે છે તેઓ કલંક અને ભેદભાવનો સામનો કરે છે, જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જેથી યુનાઈટેડ નેશન્સ ઑફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC) દ્વારા આ દિવસે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં 7 ડિસેમ્બર 1987ના રોજ એક ઠરાવ પસાર કર્યા પછી ડ્રગના દુરુપયોગ અને હેરફેરને રોકવા માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી,

26મી જૂનના દર વર્ષે સમગ્ર વિશ્વ વિવિધ વય જૂથોના લોકો, ખાસ કરીને યુવાનોને ડ્રગના દુરૂપયોગ અને તેના વ્યસનની ખરાબ અસરો વિશે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને દિવસની ઉજવણી કરે છે. ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ સામેના આંતરરાષ્ટ્રીય દિવસે, લોકો તેમના નાના ભાઈ-બહેનો, બાળકો અને અન્ય સંબંધીઓ સાથે ડ્રગ વ્યસન અને દુરુપયોગ વિશે વાતચીત કરે છે. પોલીસ અને સામાજિક સંસ્થાઓ શાળા કોલેજોમાં જઇ ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અપીલ કરે છે. વલસાડ પોલીસે પણ કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી શાળાઓમાં જઇ ડ્રગના દુરુપયોગ વિશે જાણકારી પ્રદાન કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *