Thursday, March 13News That Matters

વાપીના બલિઠા સ્મશાન ભૂમિ નજીક બાઈક ચાલકને લૂંટનાર એક આરોપીની વલસાડ પોલીસે કરી ધરપકડ, 4 વોન્ટેડ

વાપીના બલીઠા સ્મશાન ભૂમિ રોડની બાજુમાંથી મોટર સાયકલ લઇ આવતા ચાલકને સરનામું પૂછવાના બહાને અટકાવી નજીકની અવાવરું જગ્યામાં લઈ જઈ સોનાની વીંટી અને 73,450 રૂપિયાની લૂંટ કરનાર 4 શખ્સો પૈકી એકની વલસાડ LCB ની ટીમે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વાપીના બલીઠા સ્મશાન ભૂમિ રોડની બાજુમાંથી મોટર સાયકલ લઇ આવતા ચાલકને સરનામું પૂછવાના બહાને અટકાવી 4 શખ્સોએ બાઇકની ચાવી કાઢી મોબાઈલ લઈ રેલ્વે ટ્રેક ક્રોસ કરી ખુલ્લી ઝાડીવાળી જગ્યામાં લઇ જઇ આ ચારેય શખ્સોએ બાઈક ચાલકને પાકીટમાં રહેલ રોકડા રૂપિયા 150/- તથા 35 હજારની કિંમતની સોનાની રીંગ, બેંક ઓફ ઇન્ડીંયા, એક્સીસ બેંક, કોટક મહિન્દ્રા બેંકના ATM કાર્ડ તેના પાસવર્ડ અને ગુગલ પે. ફોન પે એકાઉન્ટના પાસવર્ડ બળજબરી પુર્વક કઢાવી લઇ ધમકાવી, કોટક મહિંદ્રા બેન્કના એકાઉન્ટમાંથી રૂપિયા 5000/- તથા બેન્ક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાંથી રૂપિયા 26,000/- તથા ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાંથી રૂપિયા 2300/- મળી કુલ 73,450 રૂપિયા ઉપાડી લઈ નાસી ગયા હતાં.

જે ઘટના અંગે બાઈક ચાલકે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે CCTV ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપીઓએ ફરીયાદીના ખાતામાંથી કરેલ મનીટ્રાન્સફર અમદાવાદના એક એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. જે વર્કઆઉટ કરતા લુંટના આરોપીઓની તપાસ દરમિયાન LCB પોલીસે આધારભુત માહિતી આધારે સદર લુંટના ગુનામાં દેવવ્રતસિંહ ઉર્ફે સોનુ કાયમસિંહ યાદવ તથા તેના મિત્રોની સંડોવણી જણાઇ આવી હતી. જેથી તેને હસ્તગત કરી તેની સઘન પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી.

આ લૂંટના ગુન્હામાં અન્ય આરોપીઓ શશીકાંત ઉર્ફે શાહરૂખ વ્રજમોહન સાગર તથા પ્રીન્સકુમાર તથા અર્પિત તથા અંકિત તમામ રહે ઉતરપ્રદેશ ની સંડોવણી ખુલી હતી. જેઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી પાસેથી લુંટમાં ગયેલ સોનાની વિટી કબ્જે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી દેવવ્રતસિંહ ઉર્ફે સોનું કાયમસિંહ યાદવ હાલ દમણ ચાર બત્તી પાસે મુનસ્ટારની બાજુમાં આવેલ કાલુ ચીકન શોપીંગવાળી બિલ્ડીંગમાં રહે છે. જ્યારે વોન્ટેડ આરોપીઓમાં શશીકાંત ઉર્ફે શાહરૂખ વ્રજમોહન સાગર, પ્રિંસકુમાર, અર્પિત  અંકિત જેના પુરાનામની ખબર નથી તે તમામ ઉતરપ્રદેશના રહીશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *