ગઈ તા.11/02/2023 ના રોજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધરમપુર રોડ ઉપર આવેલ જુજવા ગામમા આવેલ મુન પ્લાઝા-02 એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક હાઈવા ડમ્પર રજી નંબર GJ- 15-AT-8775ની ચોરી થઈ હતી. ચોરી થયેલ ડમ્પર રીકવર કરવા માટે વલસાડ જીલતા લોકલ ક્રાઇમ બ્રાયના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી વલસાડ પો.સબ.ઇન્સ. કે.એમ.બેરીયા તથા ડુંગરા પો.સ.ઇ. એસ.જે.પરમાર નાઓના નેતૃત્વ હેઠળ એલ.સી.બી વલસાડના પોલીસ માણસોએ પંજાબ રાજ્ય ખાતે જઈ તપાસ કરતા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ હાઈવા ડમ્પર તથા ડુંગરા પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ચોરી થયેલ હાઇવા ડમ્પર રીકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાપી ડુંગરી ફળીયા વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન LCB ની ટીમે હરીયાણા રજીસ્ટ્રેશનની કાર નંબર HR05-12-4687 સાથે ત્રણ ઇસમો (1) ગુરમુખસીંગ ઉર્ફે હરીસીંગ ઉર્ફે બિલ્લા ઉર્ફે બીરલા (2) બલજીતસિંગ ઉર્ફે બલ્લુ રવૈલસિંગ સંધુ (3) ઓમપ્રકાશ ઉર્ફે બહાદુર રામમણી યાદવને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ CRPC કલમ 41(1D), 102 મુજબ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
પકડાયેલ ત્રણેય ઇસમો વાપી-સેલવાસ વિસ્તારમાં ડમ્પર ચોરી કરવા માટે આવેલ હોવાનું જણાવેલ અને તેઓના કબજામાંથી વાહન ચોરી કરવા માટેના જુદા-જુદા પ્રકારના પાના, ડીસમીસ, તથા અન્ય સાધન સામગ્રી મળી આવેલ હતા અને તેઓના કબજામાંથી મળી આવેલ કાર ઉપર લગાડેલ નંબર પ્લેટ ખોટી હોવાનું તથા તેઓએ રજુ કરેલ કરનાલ. આર.ટી.ઓ, હરીયાણાનું સર્ટીફીકેટ ઓફ રજીસ્ટ્રેશન કાગળ ખોટુ હોવાનું જણાઇ આવેલ હોય જેથી ઉપરોકત ત્રણેય આરોપીઓ ખોટી નબર, પ્લેટ લગાવવા તથા ખોટુ આર.ટી.ઓ રજીસ્ટ્રેશન ફોર્મ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી કબજામાં રાખી પકડાઈ ગયેલ હોય તેઓ ત્રણય વિરૂધ્ધ ડુંગરા પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવેલ.
આ ગુનાની તપાસ એચ.એ.સિંધા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.સી.બી વલસાડને સોંપવામાં આવેલ અને આ ગુનાની તપાસમાં પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા તેઓએ વલસાડ તાલુકાના જુજવા ગામેથી ચોરીમાં ગયેલ ડમ્પર પણ ખરીદ કરેલ અને પંજાબ ખાતે વેચાણ કરેલાની કબુલાત આધારે સદર હાઈવા કમ્પર ચોરી બાબતે વધુ તપાસ કરતા
પકડાયેલ આરોપીઓને ઝડપવા સાથે LCB એ 23,50000ની કિંમતનું એક હાઇવા ડમ્પર અને 30 લાખની કિંમતનું બીજું હાઇવા ડમ્પર મળી કુલ 53,50000નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
સદર કામગીરી એલ.સી.બી વલસાડ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.બારડની સુચના અને સતત માર્ગદર્શન હેઠળ ટીમ વર્કથી કરી છે. જે માટે વલસાડ જીલ્લામાં વાહનચોરીના બનાવ બનતા અટકાવવા તથા અનડીટેકટ વાહન ચોરીના ગુન્હા શોધી કાઢવા માટે સુરત વિભાગ, સુરતના પોલીસ મહાનિરીક્ષક વી.ચન્દ્રસેકર તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાધેલાની સુચના મુજબ વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડનું સતત માર્ગદર્શન મળ્યું હતું.