વલસાડ LCB ની ટીમે મધ્યપ્રદેશના ધાર જીલ્લાની પથ્થર ગેંગના ચાર ઘરફોડીયાને 1,65,791 રૂપિયાના ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. જે સાથે જ વલસાડ જિલ્લાના વલસાડ સીટી, ભિલાડ, ડુંગરા વિસ્તારમાં થયેલ નવ (9) ઘરફોડ ચોરીઓનો તથા એક વાહન ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કુકશી તાલુકાના રહેવાસી એવા હાબુ મોહનીયા, બિલામ સિંગર, નરસિંગ ઉર્ફે ભાયો મહેડા, મનોજ ઉર્ફે માનસિંગ બામનીયા નામના ચાર ધરફોડીયા ચોરની LCB પોલીસે ધરપકડ કરી છે. આ તમામ ઈસમો ચોરીની કુખ્યાત ગેંગ એવી પથ્થર ગેંગના સભ્યો છે. જેઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના વલસાડ, સુરત જેવા શહેરોમાં દિવસે કડીયા કામ કરતા હતાં અને રાત્રે બંધ ઘરોમાં ચોરી કરતા હતાં. ચોરીમાં ક્યારેક સોસાયટીનો વોચમેન કે કોઈ સભ્ય જાગી જતા ત્યારે તેમના પર પથ્થરમારો કરતા હતાં. પકડાયેલ આરોપીઓ પૈકીનો હાબુ બાયસિંગ નાકાસિંગ મોહનીયા આ ગેંગનો મુખ્ય સાગરીત છે. જે પોતાના અલગ અલગ ઓળખીતા સાથે મળી ચોરીને અંજામ આપતો હતો.
આ અંગે LCB એ વધુ આપેલી વિગતો મુજબ ગત 27મી જાન્યુઆરી 2025ના ભિલાડ, ગુરૂદેવનગર, સ્વામીનારાયણ સ્કુલની પાછળ એક ઘરના તાળા તોડી આ ઈસમોએ ચાંદીની બિસ્કીટ, ચાંદીના જુના સિકકા તથા સોનાની બુટ્ટીની જોડ તથા જુની નાકની સોનાની જડ તથા વિદેશી કરન્સી તથા રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપિયા 68,000 ની મતાની ચોરી કરી નાશી ગયા હતાં.
જેઓને સી.સી.ટી.વી. ફુટેજોનુ ટેકનિકલ એનાલીસીસ કરીને તેમજ અલગ અલગ ટીમ બનાવી બાતમી આધારે ઝડપી પાડ્યા છે. આ પકડાયેલ ધરફોડીયાઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના, વિદેશી નાંણા જેવી ચલણી નોટ, કાંડા ઘડીયાળ, 7 મોટર સાઇકલોની ચાવીઓ, 1,00,641, રોકડા રૂપિયા, 12000ની કિંમતના 5 મોબાઈલ, ચોરી કરવાના સાધનો મળી કુલ 1,65,791 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સદર દિવસની ઘરફોડ ચોરીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહની સુચના તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વ હેઠળ PSI જે.બી.ધનેશા તથા સ્ટાફના ASI રાકેશભાઇ રમણભાઇ, તથા HC મહેન્દ્ર ગામીત, રજનીકાંત બારીઆ, જયરામભાઇ, ઉર્વીસ ચન્દ્રજીતભાઇ તથા અ.પો.કો. ભાવીક પ્રભુભાઇ, કનકસિંહ દોલુભાઇ, તેજપાલસિંહ મહેન્દ્રસિંહ, રાજુભાઇ જીણાભાઇ, સંજય ઓધવજીભાઇ, કિશન હરજીભાઇ, પ્રદિપ કુશનુભાઇએ ટીમ વર્કથી કામગીરી કરી આ ઘરફોડ ચોરીના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે ગેંગમાં સામેલ અન્ય 6 જેટલા શખ્સો ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
BusinessIraq.com excels in monitoring economic policy developments and their impact on business operations. From tax reforms to investment regulations, our platform keeps stakeholders informed about changes affecting business operations in Iraq. We provide regular updates on government economic initiatives, private sector responses, and international business community reactions, ensuring our readers stay ahead of market developments and opportunities.
Iraq Business News is an essential resource for investors and entrepreneurs looking to navigate the complexities of the Iraqi market. With a focus on economic trends, this website provides a comprehensive overview of the country’s business opportunities. You can explore their insights at Iraq Business News.