વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા હાલમાં ચાલી રહેલી કામગીરીમાં કુલ 2,18,376 વ્યક્તિઓના લોહીના નમુનાઓ લેવામાં આવ્યા છે. જાન્યુઆરી થી જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ 6 નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના અત્યાર સુધીમાં 12 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 199 કેસ ડેન્ગ્યુના શંકાસ્પદ જોવા મળ્યા છે. દરેક ડેન્ગ્યુના કેસો સામે રોગ અટકાયતી પગલાંની કામગીરી કરવામાં આવી રહી છે.
ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતુ હોવાથી વલસાડ જિલ્લામાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધે નહી એ માટે જિલ્લાનાં તમામ તાલુકાઓમાં પુરજોશમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે.
જાન્યુઆરીથી જુન 2023 સુધીમાં 6,93,002 શંકાસ્પદ મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસતા કુલ 1741 સ્થળો પોઝિટિવ મળી આવતા 11,530 સ્થળોએ ટેમીફોસ દ્રાવણ નાંખવાની કામગીરી કરવામાં આવી હતી. 135 ઘરોમાં ફોગીંગની કામગીરી થઈ હતી.
આ ઉપરાંત 31,450 જેટલી મચ્છરદાનીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જેને પગલે વાહકજ્ન્ય રોગોના પ્રમાણમાં ઘટાડો થયો છે. ડેન્ગ્યુના કેસોમાં પણ ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.