Friday, October 18News That Matters

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાએ “મતદાન ચેતના અભિયાન” અંતર્ગત પત્રકાર પરિષદ યોજી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ “મતદાતા ચેતના અભિયાન” કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને “પત્રકાર પરિષદ” નું આયોજન જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલ્મ” ખાતે કરવામાં આવ્યું હતું

પત્રકાર પરિષદ માં માહિતીઓ આપતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ હાલની મતદાર યાદીની ચકાસણી માટે ભાજપ મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, નવા મતદારોનો ઉમેરો અને અનધિકૃત/મૃત મતદારોને કાઢી નાખવાના માધ્યમ દ્વારા મતદાર યાદીમાં સુધારો કરવા, મતદાર જનસંપર્ક અને જનતાની સહાય, વહીવટી અધિકારીઓ સાથે સંકલન, વહીવટી અધિકારીઓ કાર્યમાં પારદર્શિતા લાવવા જેવા કાર્યો કરવામાં આવશે,

આગામી તારીખ 25/26 ઓગસ્ટ ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ઘર-ઘર જનસંપર્ક અંતર્ગત ઘર ઘર ની મુલાકાત લેવા અને મતદારોની ચકાસણી માટે રાષ્ટ્રવ્યાપી ડોર ટો ડોર જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે, આ રાષ્ટ્રવ્યાપી ડોર તો ડોર જનસંપર્ક અભિયાનમાં રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના નેતાઓ પણ ભાગ લેશે,અન્ય ચૂંટાયેલા પ્રીતિનિધિઓ (જેમ કે સાંસદો અને ધારાસભ્યો,પંચાયત સભ્યો,સ્થાનિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ) પણ તેમના મતવિસ્તારમાં ભાગ લેશે, 25 મી ઓગસ્ટ થી 30મી ઓગસ્ટ અંતર્ગત ચાલનાર આ કાર્યક્રમ માં ફોર્મ નંબર 5, 6, 7 ભરવામાં આવશે અને તેની વિગતવાર માહિતીઓ આપવામાં આવશે હતી.

પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, કોષાધ્યક્ષ રાજેશભાઈ ભાનુશાલી, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઈલિયાસભાઈ મલેક, જિલ્લા મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *