Thursday, December 26News That Matters

ગુનો કર્યા બાદ છેલ્લા 5 માસથી દુબઇ ભાગી ગયેલ અને હાલમાં નેપાળ બોર્ડરથી ચોરી-છુપી ભારતમાં પ્રવેશ કરતા આરોપીને વલસાડ સીટી પોલીસે ઝડપી પાડ્યો

વલસાડ સીટી પોલીસ પોલિસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS), સુરત વિભાગ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની તથા નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્મા દ્વારા હાલ દિવાળીનો તહેવાર આવનાર હોય, ગુનો કરી નાસતા-ભાગતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરવામાં આવેલ હતી.આરોપી મોહમદ ઝમીર હાઝી શેખ રહે.ઓરમા ગામ, તા.ઓલપાડ, જી.સુરત વાળાએ પોતાની જમીન ખુબ જ સસ્તા ભાવે વેચવાની છે તેવી લાલચ આપી, જમીનો બતાવી રૂ. 4,72,00000/- માં ફરીયાદી સાથે સોદો કરી આરોપી ફરીયાદી પાસેથી નાણા મેળવી જમીનનો સાટાખત કે વેચાણ દસ્તાવેજ કરી આપવાનો ભરોસો અને વિશ્વાસ આપેલ તેમજ પોતાના ક્રિપ્ટોકરન્સીના રોકાણના ધંધામાં જે નાણાનું રોકાણ કરશે તે નાણાના 40 ટકાનો નફો માસીક વળતર રૂપે આપવાનો ભરોસો અને વિશ્વાસ અપાવી ફરીયાદી પાસેથી રૂ. 20,00000/- રોકડા મેળવી તેનુ રોકાણ નહી કરી, પોતાના અંગત ફાયદા સારુ વાપરી, જમીનના કુલ 2,36,00000/- નાણાની ચુકવણી કર્યા બાદ પણ આરોપીએ પોતાની જમીનનો સાટાખત કે વેચાણ દસ્તાવેજ ન કરી આપતા આરોપીને કહેવા જતા નાલાયક ગાળો આપી, જમીનનો વેચાણ દસ્તાવેજ કે સાટાખત ન કરી આપી કે ફરીયાદીના રોકડા તથા બેંકથી ચુકવેલ નાણા આપેલ ભરોસા મુજબ રોકાણ ન કરી છેતરપીંડી વિશ્વાસઘાત કરતા

વલસાડ સીટી પો.સ્ટે. ૧૧૨૦૦૦૧૦૨૪૦૭૩૬/૨૦૨૪ ઇપીકો ક.૪૦૬, ૪૨૦, ૫૦૪, ૧૧૪ મુજબનો ગુનો વલસાડ સીટી પો.સ્ટે. ખાતે દાખલ થયેલ. આરોપી મોહમદ ઝમીર હાજી શેખ, રહે.૩૪૫, મોટા ફળીયા, તા.ઓલપાડ, જી.સુરત વાળો ગુનો કર્યા બાદ દુબઇ નાસી ગયેલ અને દુબઇથી ઇરાન નાશી ગયેલ, આરોપીની દુબઇ ખાતેની તથા ઇરાન ખાતેની ગતિવિધીઓ ઉપર હયુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીસજન્સના આધારે વોચ રાખવામાં આવેલ

અને તે ઇરાનથી પરત દુબઇ આવી નેપાળ ના કાઠમંઠુ એરપોર્ટ પર ઉતરેલ હોવાની માહીતી મળેલ અને ભારત-નેપાળને જોડતી બીરગંજ બોર્ડરથી ચોરી-છુપી ઓન-એરાઇવલ વિઝાનો ફાયદો ઉઠાવી ભારતમાં પ્રવેશ કરેલ હોવાની ચોકકસ ખાનગી રાહે બાતમી હકકીત મળતા હયુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે તે ટ્રેન મારફતે મુસાફરી કરતો હોવાની હકકીત મળતા વલસાડ સીટી પોલીસની ટીમ ધ્વારા દાહોદ ખાતેથી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કામગીરી કરનાર ટીમ માં પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમાર વલસાડ સીટી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. જે.જી.પરમાર તથા પો.કો.હરદીપસિંહ હેતુભા, નરેન્દ્રસિંહ જશવંતસિંહનો સમાવેશ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *