Sunday, December 22News That Matters

વલસાડ ભાજપના ભરત પટેલની ભારે થઈ, ગ્રામજનોએ વિકાસના કામને લઈ કાળા વાવટા ફરકાવ્યા

વિધાનસભા ચૂંટણી 2022ને લઈ એક તરફ ભાજપે તમામ 182 વિધાનસભા પર દાવેદારોના સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આગામી એકાદ-બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર થવાના છે. ત્યારે, વલસાડ વિધાનસભા બેઠક પર 2 ટર્મથી ચૂંટાતા આવતા ધારાસભ્ય ભરત પટેલે કેટલાક ગામો પ્રત્યે ઓરમાયું વર્તન રાખ્યું હોય અને હવે મોટા અભરખા સાથે વિકાસના કામોનું ખાત મુહરત કરવાની લ્હાય માં પડ્યા હોય ગ્રામજનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો છે.
વલસાડના ધારાસભ્ય કાંઠા વિસ્તારના દાંતી ગામે 34 કરોડના ખર્ચે બનનારી નવી પ્રોટેક્શન વોલનું ખાતું મુહર્ત કરવા આવે તે પહેલા કોળી સમાજ અને માછીમાર સમાજના 200 થી વધુ ગ્રામજનોએ છેલ્લા દસ વર્ષમાં એક પણ વિકાસના કામ નહીં કરવાના મામલે કાળા વાવટા ફરકાવી ભારે વિરોધ કર્યો હતો.
ધારાસભ્ય ભરત પટેલ મુર્દાબાદના નારા સાથે વિરોધ નોંધાવનારા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી છે કે, આવનારી વિધાનસભામાં જો ભાજપ ભરત પટેલને ધારાસભ્યની ટિકિટ આપશે તો, કાંઠા વિસ્તારના 15 જેટલા ગામોના મતદારો તેનો બહિષ્કાર કરશે.
આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે વલસાડના ધારાસભ્ય પોતાના મત વિસ્તારોમાં રસ્તા, પ્રોટેક્શન વોલના કામોનુ ખાતમુહર્ત કરી રહ્યા છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે છેલ્લા એક દાયકાથી વલસાડના કાંઠા વિસ્તારમાં કેટલાક ગામોમાં વિકાસના કામો કર્યા નથી. આ ઓરમાયા વર્તનને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા દાંતી ગામે 34 કરોડના ખર્ચે નવી પ્રોટેક્શન વોલ બનાવવાનું ખાતમુહર્ત કરવાની તૈયારી ચાલી રહી હતી તે દરમિયાન કકવાડી ગામના કોળી પટેલ સમાજ અને માછીમાર સમાજના 200 થી વધુ યુવાનોએ ભેગા થઈ વલસાડના ધારાસભ્ય ભરત પટેલ ની હાય હાય બોલાવી કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. જેની ગંધ વલસાડ ધારાસભ્ય ભરત પટેલ ને થતા તેણે દાંડી ગામે થનારા પ્રોટેકશન વોલના ખાતમુહૂર્ત ઉપસ્થિત રહેવાનું ટાળ્યું હતું. જેથી ગામના સરપંચ, વલસાડ તાલુકાના બાંધકામ વિભાગના ચેરમેન તથા ગ્રામજનોએ ઉપસ્થિત રહી પ્રોટેક્શન વોલનું ખાત મુહૂર્ત કર્યું હતું.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *