સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ઝાં ની અધ્યક્ષતામાં તેમજ ઉત્તમ પટેલ રાષ્ટ્રીય મહામંત્રી, પ્રદેશ અધ્યક્ષ, તમામ સેલ્યુટ તિરંગાના હોદેદારો જોડે એક વિશેષ મીટિગનું આયોજન કરાયું હતું. જેમાં નવાનિમાયેલા ગુજરાત પ્રદેશ યૂથ પ્રમુખ તરીકે ધનેશ પટેલ, મીડિયા ઇંચાર્જ ગુજરાત પ્રદેશ તરીકે ચાર્મિલ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. તો, વલસાડ જીલ્લાના મહિલા મોર્ચાનાં પ્રમુખ તરીકે ભાવનાબેન પ્રજાપતિ, વાપી શહેર અને નોટિફાઈડનાં મહિલા મોર્ચાનાં અધ્યક્ષ તરીકે યોગિતાબેન પાટીલની નિમણૂક કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં દમણ દીવના પ્રમુખ સુભાષ પટેલ સહિતના હોદ્દેદારોએ રાષ્ટ્રીય આધ્યક્ષનું ફૂલ અને શાલ ઓઢાળી સ્વાગત કર્યું હતું.
આ વિશેષ મિટિંગ અને હોદ્દાઓની નિમણૂક પ્રસંગે ઉપસ્થિત રહેલા સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ ઝાં એ જણાવ્યું હતું. કે, સેલ્યુટ તિરંગા એક રાષ્ટ્રવાદી સંગઠન છે જે સમગ્ર દેશમાં 28 રાજ્યોમાં અને 15 દેશોમાં કાર્યરત છે. આ રાષ્ટ્રીય સંગઠનમાં વાપી ખાતે આ વિશેષ પદ નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનના અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સંગઠનને વલસાડ જિલ્લામાં મજબૂત બનાવવા વિવિધ મોરચાના અધ્યક્ષોની નિમણૂક કરી તેઓને શુભેચ્છા પાઠવી હતી. જેમાં ધનેશ પટેલને યુવા પ્રદેશ અધ્યક્ષ તેમજ મહિલા સંગઠનને મજબૂત કરવા મહિલા પ્રતિનિધિઓની પણ નિયુક્તિ કરવામાં આવી હતી.
સેલ્યુટ તિરંગા સંગઠનને જિલ્લાના દરેક ગામેગામ સુધી વિસ્તારવા પ્રમુખોની નિયુક્તિ કરી યુવાનોને તક આપવાનો મુખ્ય ઉદ્દેશ સેવી રહ્યું છે. ત્યારે, આ પ્રસંગે આગામી 6 મહિના દરમિયાન સંગઠનને સ્થાપિત કરી તેને સશક્ત સંગઠન બનાવવાની નેમ વ્યક્ત કરાઇ હતી.