Friday, January 31News That Matters

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં દિવ્યાંગ બાળકો પણ જોડાયા તિરંગા રેલીમાં

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વાપીના ડૉ. ચિંતન પટેલ તેમજ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સંસ્થાપક ડૉ. મોહન દેવ દ્વારા મનોવિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો સાથે એક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 

 

જે રેલી અંતર્ગત ગુંજન ખાતે તમામ દિવ્યાંગ બાળકોના હાથમાં તિરંગો આપી આ રેલીમાં સામેલ કરાયા હતાં. ગુંજન સર્કલથી શરૂ કરવામાં આવેલ રેલીમાં મનોવિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય હોવાનો ગર્વ પ્રદર્શિત કર્યો હતો. DJ ના તાલે દેશભક્તિ ના ગીતો સથવારે નીકળેલ હર ઘર તિરંગા રેલીમાં લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તેવા ઉદેશયથી યુવાનોએ બાઇક પર હેલ્મેટ પહેરી સવાર થઈ અનોખો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે વાપીના જાણીતા તબીબ ચિંતન પટેલે જણાવ્યું હતું કે દરેક ભારતીયના દિલમાં તિરંગા પ્રત્યે માન વધે દેશ બાંધવો ના લોહીથી રંગાયેલ તિરંગા ને સન્માન આપે તેવી ભાવના પ્રગટ કરવા હર ઘર તિરંગા અભિયાન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં KBS કોલેજ, શ્રી કૃષ્ણ ઈન્ટરનેશનલ સ્કૂલ, આર.એન. એકેડમી, આશાધામ સ્કૂલ અને વિદ્યાવિકાસ સ્કૂલ જેવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *