Tuesday, February 25News That Matters

માંડા-સરીગામ ખાતે 15 એકરમાં ફેલાયેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ બુકીંગ માટે દમણ સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માંડા ખાતે 15 એકરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 5 હજાર સ્કેવર ફૂટથી લઈને 1 લાખ સ્કેવર ફૂટ સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના બુકીંગ માટે શનિવારે દમણ સાંસદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના જાણીતા રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

સરીગામ-માંડા ખાતે NA પ્લોટમાં આકાર લેનાર આ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અંદાજિત 30 જેટલા પ્લોટ તૈયાર કરનાર વાપીના વોર્ડ નંબર 10ના નગરસેવક મંગેશ પટેલ, દિપક પાટીલ અને અન્ય મિત્રોનું આ નવું સાહસ કર્યું છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે દમણ સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. પાર્ક માં સૌ પ્રથમ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ સાંસદના હસ્તે પાર્કના પ્લોટ બુકીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુઁ.

આ પ્રસંગે મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ડેવલોપર્સ દિપક પાટીલે જણાવ્યું હતું કે, આ પાર્ક 15 એકરમાં ફેલાયેલ છે. પાર્કમાં પ્લોટ બુકીંગ કરનાર ઇન્વેસ્ટરોના પ્રોડકટની હેરફેર માટે રોડની કનેક્ટિવિટી પુરી પાડવામાં આવી છે. સરકાર દ્વારા MSME ને મળતી સુવિધાઓનો લાભ મળી શકે તે પ્રકારનું આયોજન કર્યું છે. ઇન્વેસ્ટરોને લાભ થાય તે માટે આ વિસ્તાર પસંદ કરવામાં અવ્યય છે. જે ઓરેન્જ ઝોન માં આવે છે. આજથી અમે આ પાર્કમાં તૈયાર કરેલા પ્લોટના બુકિંગ માટેનું ઉદઘાટન કર્યું છે. આશા છે કે આ વિસ્તારમાં ઉદ્યોગોને સારૂ પ્રોત્સાહન મળી રહ્યું હોય આ પાર્કમાં પણ ઉદ્યોગકારો પોતાનું બુકિંગ નોંધાવશે.

જો કે જમીનને લઈને થોડા સમય પહેલા ઊભા થયેલા વિવાદ અંગે દિપક પાટીલે જણાવ્યું હતું કે સ્થાનિક આદિવાસી ખેડૂતોને કેટલાક લોકોએ ગેરમાર્ગે દોરી વિવાદ ઊભો કર્યો હતો. અહીં કેમિકલ યુનિટ આવશે તેવી અફવા ઉડાવી હતી જોકે અહીં તેવી કોઈ પ્રવૃત્તિ થવાની નથી તેવી ખાતરી આપી આ વિસ્તારના ખેડૂતોને આપી છે. તેમજ પાર્ક આવવાથી રસ્તાની સારી સુવિધાઓ મળશે ખેતીને કોઈ નુકસાન નહીં થાય તેવી બાંહેધરી આપતા વિવાદ સમી ગયો છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મધ્યમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય તેના કારણે પણ અહીં આવનાર ઇન્વેસ્ટરોને કોઈ નુકસાન નહી થાય, જે વિસ્તારમાં હાઈટેન્શન લાઈન પસાર થાય છે તે વિસ્તારને ખુલ્લો કોમન પ્લોટ જાહેર કર્યો હોવાનું પણ દિપક પાટીલે જણાવ્યું હતું.

મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના ઉદઘાટન માટે આવેલા દમણના સાંસદ લાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઉદ્યોગ આવવાથી ફાયદો થશે. રોજગારી, શિક્ષણની નવી તકો ઊભી થશે. આ સાહસ કરનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. મોદી સરકારની સબસીડી અને લોનની સુવિધા નો લાભ લઈ કાર્ય કરશે તો ચોક્કસ તમામ વર્ગને ફાયદો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતી.

ઉલ્લેખનીય છે કે સરીગામ માંડા ખાતે તૈયાર થયેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ, શેડ, વેરહાઉસ માટે પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. પાર્કમાં ભવ્ય મુખ્ય ગેટ છે. ઉદ્યોગો માટે 24 કલાક સિક્યુરિટી, વિઝીટર પાર્કિંગ, 40 ફૂટનો RCC રોડ ડ્રેનેજ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. આ પાર્ક પ્લાસ્ટિક, એન્જિનિયરિંગ ઓટોમોબાઇલ, ગારમેન્ટ, ઇમીટેશન જ્વેલરી, કસ્ટમ ફર્નિચર, બ્યુટી એન્ડ કોસ્મેટીક, સ્ટોરેજ એન્ડ વેરહાઉસના બિઝનેસ માટે ઉત્તમ સ્થળ હોવાનું ડેવલોપર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પાર્ક સરીગામના પ્લાસ્ટિક ઝોનથી નથી માત્ર એક કિલોમીટર દૂર છે. એ જ રીતે નેશનલ હાઇવે નંબર 48 થી માત્ર 6 km ના અંતર પર છે. પ્લોટથી 15 કિલોમીટરના અંતરે એક્સપ્રેસ-વે પસાર થવાનો છે. 2.5 km ના અંતર પર સરીગામ જીઆઇડીસી આવેલી છે. 12 કિલોમીટરના અંતરમાં આગામી સમયમાં નિર્માણ થનાર નારગોલ પોર્ટ છે. અને મુંબઈથી માત્ર અઢી કલાકમાં અહીં પહોંચી શકાય તેમ છે. ટૂંકમાં તમામ પ્રકારની કનેક્ટિવિટી અહીં ઉપલબ્ધ થતી હોવાનો રાગ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના સંચાલકોએ વ્યક્ત કર્યો હતો.

ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ બુકીંગના ઉદ્ઘાટન પ્રસંગે સરીગામ ના ઉદ્યોગપતિ કૌશિક પટેલ, બાલા રાય, વાપીના VIA પ્રમુખ સતીશ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ સહિત ઉમરગામ-વાપી તાલુકાના રાજકીય આગેવાનો, SIA, VIA, UIA ના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *