વલવાડા ગ્રામ પંચાયતના માજી સભ્ય પ્રિયંકાબેન ધર્મેશભાઈ પટેલ દ્વારા તારીખ 22/11/2024ના વલસાડ ડાંગ જિલ્લાના લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી, તે સંદર્ભ ને સાંસદ ધવલ પટેલે ગંભીર નોંધ લઈ કરમબેલી રેલવે સ્ટેશન ફુટ ઓવરબ્રિજ પર યુદ્ધના ધોરણે લાઇટની વ્યવસ્થા કરાવી આપી છે.
પારડી તાલુકાના મોતીવાડા ગામે ટ્યુશનથી પરત આવતી કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ આવી ઘટના પોતાના ગામમાં બને નહિ તે અંગે ઉમરગામ તાલુકાના વલવાડા ગામના પંચાયતના માજી સભ્ય પ્રિયંકાબેને વલસાડના સાંસદ, જિલ્લા પોલીસવડા અને રેલવે વિભાગને પત્ર લખી રજુઆત કરી હતી કે, કરમબેલી ગામમાં આવેલ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર લાઈટ, CCTV ની વ્યવસ્થા કરવામાં આવે અને પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે.
આ રજૂઆતને ધ્યાને લઈ તારીખ 24/11/2024 ના દિને કરમબેલી રેલવે સ્ટેશન ફુટ ઓવર બ્રિજ પર લાઇટ લગાવી ચાલુ કરી દેવામાં આવી છે તે બદલ ગામલોકોએ સાંસદ ધવલ પટેલનો હૃદય પૂર્વક આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ફુટ ઓવરબ્રિજ પર સાંજના સાત વાગ્યા પછી બહારના અસામાજીક તત્વો વારંવાર ટ્યુશન જતી દીકરીઓની તથા મહિલાઓની છડતી કરી રહ્યા છે. તો, ચોરીની પણ ઘટના બની રહી છે. થોડા દિવસ પહેલા પણ એક મહિલાનું મંગળસૂત્ર અને પર્સ ઝૂંટવી લેવાની ઘટના બની ચુકી છે. તો, હાલમાં જ પારડી તાલુકાના ઉદવાડા માંતીવાડા ગામે ટ્યુશન જતી દીકરીની રેપ-વિથ-મર્ડરની ઘટના બની છે. તેવી કોઈ ઘટના કરમબેલી રેલવે સ્ટેશન પર બને નહિ તે માટે ફૂટ ઓવરબ્રિજ પર લાઇટની CCTV ની અને GRP દ્વારા પેટ્રોલિંગ ની વ્યવસ્થા પુરી પાડવા સાંસદ ધવલ પટેલને લેખિતમાં રજુઆત કરાઈ હતી. જેના પરિણામ સ્વરૂપે તાત્કાલિક અહીં લાઇટની સુવિધા ઉભી કરવામાં આવી છે.
“Great content, learned a lot from this post!”