વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ ખાતે આવેલ શ્રીમતી, શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ 18 થી 21 ઓક્ટોબર દરમ્યાન શરૂ થયેલ એથ્લેટીક્સ ટુર્નામેન્ટ નું 21/10/2023 ના રોજ ભવ્ય ઈનામ વિતરણ અને સમાપનનો કાર્યક્રમ થયો.
આ કાર્યક્રમમાં CBSE માન્યતા ધરાવતી વેસ્ટઝોનની અનેક શાળાના અંડર-14, અંડર-17, અંડર-19 કેટેગરીમાં આવતા વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કે જેઓ 100 મીટર દોડ, 200 મીટર દોડ, 800 મીટર દોડ, રિલેદોડ, ઉંચીકૂદ, લાંબીકૂદ, ગોળાફેંક, ભાલાફેંક જેવી જુદી-જુદી રમતોમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ઈનામ પ્રાપ્ત કર્યું તેવા વિજેતાઓને ઈનામ તેમજ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતાં. જે વિદ્યાર્થીઓએ એથ્લેટીક્સમા ભાગ લીધો તેઓને પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ. કિંજલબેન ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવાર તરફથી આ એથ્લેટિક્સને સફળતા અપાવનાર P.T. સર અને કોચનો આભાર વ્યક્ત કર્યો છે અને તમામ વિજેતાઓને અને ભાગ લેનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.