Friday, October 18News That Matters

અડિંગો વાળું પાર્કિંગનું દબાણ દૂર કરવામાં આવે તો, ટ્રાફિક જામ તથાં અકસ્માતોથી છુટકારો મળશે

ઉમરગામ જીઆઇડીસીનાં જાહેર માર્ગોને અડીને અપાર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બનાવેલું ગેરકાયદે પાર્કિંગ બાબતે, ઉમરગામ જીઆઇડીસી/નોટીફાઇડનાં અધિકારીઓ મૌની બાબાની ભૂમિકામાં જોવા મળે છે.
અપાર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની આ કરતુતો પર ઢાંકપિછોડો કરવા ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (યુઆઈએ) ધુણી ધખાવીને બેઠી હોય એવું પ્રતીત થાય છે.
આ કંપનીએ લગભગ ફરતી મેળે કાચું પાકું બાંધકામો કરી, કર્મચારીઓ તથા મુલાકાતીઓનાં વાહનો જાહેર માર્ગોને અડીને પાર્ક કરવાં મજબુર કર્યા છે. જે નિંદનીય છે.
જીઆઇડીસી, નોટીફાઇડ તથાં યુઆઈએની ટીમ માટે શરમજનક છે. જો તેઓને જરા પણ શરમનો છાંટો હોય તો, આ અડિંગો વાળું પાર્કિંગનું દબાણ દૂર કરવા તજવીજ હાથ ધરે અને ટ્રાફિક જામ તથાં અકસ્માતોથી છુટકારો અપાવે. પૂરતી પહોળાઇ ધરાવતા માર્ગ પર કંપનીઓના વાહનોનું પાર્કિંગ ઠેરઠેર માથાનો દુખાવો બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *